બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / 'મહારાણા સાંગા દેશદ્રોહી' સપા સાંસદનો બફાટ સાચો કે ખોટો? શું કહે છે ઈતિહાસ, જાણો મેવાડના રાજાની ભવ્ય ગાથા
શરીર પર 80 ઘા, એક આંખ ફૂટેલી, પગમાં લકવો અને અંતમાં પોતાનાના હાથે ઝેરથી મોત, મેવાડના અજેય યોદ્ધા મહારાણા સાંગાની આ ભવ્ય ગાથાને આજે ઉખેડવી છે. મહારાણા સાંગાની શૂરતા જ છાતી પોરસાઈ જાય. દિલ્હીમાં જેની ધાક વાગતી હતી તે ઈબ્રાઈમમ લોદી પણ તેની સામે બકરી બની ગયો હતો. મુઘલ બાદશાહ ઔરંગઝેબ બાદ હવે 16મી સદીના મેવાડના રાજપૂત રાજા મહારાણા સાંગા પર મોટો વિવાદ ઊભો થયો છે. યુપીમાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને રાજ્યસભામાં મહારાણા સાંગાને દેશદ્રોહી (ટ્રેઈટર) કહેતાં દેશભરમાં રાજપૂત સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતા અને સાંસદ સામે કડક એક્શનની માગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શન શરુ થયાં છે. સાંસદ રામજી લાલ સુમને એવું ડહાપણ ઠાલવ્યું હતું કે મહારાણા સાંગાએ જ દિલ્હીના સુલતાન ઈબ્રાઈમ લોદીને હરાવવા માટે અફઘાનિસ્તાનથી બાબરને (મુઘલ સામ્રાજ્ય સ્થાપનાર પહેલો બાદશાહ) બોલાવ્યો હતો એટલે તેમનું કહેવું એવું હતું કે મહારાણા સાંગા દેશદ્રોહી હતા. આટલી ભૂમિકા બાદ હવે સવાલ એ થાય છે કે બહાદુર રાજપૂત રાજા મહારાણા સાંગ કોણ હતા? અને તેમણે શું કર્યું હતું? શું ખરેખર તેઓ દેશદ્રોહી હતા, (સાંસદના કહેવા પ્રમાણે? કે પછી તેઓ દેશભક્ત હતા રાજા હતા. આ સવાલનો જવાબ આપતાં પહેલાં મહારાણા સાંગાના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.
ADVERTISEMENT
A short video on Maharana Sanga and his tragic life .
— Dr Omendra Ratnu Sanatani (@satyanveshan) March 25, 2025
Cheated by his own , this great Maharana relentlessly served Hinduism and Mewar .
An awe inspiring saga of crystallised valour , supreme sacrifice and extreme fortitude .
Please share the link with friends and family . Do… pic.twitter.com/T0xd0q8nkX
ગાદી માટે ભાઈએ કર્યો હત્યાનો પ્રયાસ, આંખ ફોડી
ADVERTISEMENT
12 એપ્રિલ 1482ની સાલમાં માળવામાં સિસોદિયા રાજા રાણા રાયમલ અને રાણી રતન કુંવરને ઘેર મહારાણા સાંગાનો (રાણા સંગ્રામસિંહ પણ કહેવાતા)જન્મ થયો હતો. મેવાડની ગાદી માટે તેમના 3 ભાઈઓએ રાણા સાંગાને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો અને આ પ્રયાસમાં એક ભાઈએ મહારાણા સાંગાની એક આંખ ફોડી નાખી હતી. આ પછી તેઓ ત્યારબાદ રાણા સાંગા હાલના અજમેર ભાગી ગયા હતા અને પિતા દ્વારા તેમને ચિતોડના શાસક બનાવાયા બાદ જ પાછા આવ્યાં હતા ત્યારે તેમનો એક પગ કપાયેલો હતો. એમનું શરીર જ એમની વીરતા અને પરાક્રમ નું સાક્ષી હતું.
VIDEO | On Samajwadi Party (SP) leader Ramji Lal Suman's remarks on Mewar ruler Rana Sanga, Karni Sena leader Mahipal Singh Makrana says, "It shows a small mentality. Maharana Sanga was the one who united all the kings in India to fight Babur. SP MP is saying that he invited… pic.twitter.com/jNwzuOMZQp
— Press Trust of India (@PTI_News) March 24, 2025
ADVERTISEMENT
100 યુદ્ધ લડ્યા, ફક્ત એક જ હાર્યા
ઈતિહાસહાર ડૉ. દાનપાલ સિંહના મતે, રાણા સાંગાએ 100 યુદ્ધો લડ્યાં હતા અને ફક્ત એજ યુદ્ધ હાર્યાં હતા. ઘણી લડાઈઓ દરમિયાન તેમણે પોતાનું કાંડું ગુમાવ્યું અને પગમાં લકવો થયો હતો. સાંગાએ દિલ્હી, માલવા અને ગુજરાતના સુલ્તાનો સાથે 18 ભીષણ યુદ્ધો લડ્યા અને આધુનિક રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાતના ઉત્તરીય ભાગો અને સિંધના અમરાકોટના કેટલાક ભાગો જીતીને પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. 1305ની સાલમાં પરમાર સામ્રાજ્યના પતન પછી તેમણે પહેલી વાર માળવામાં રાજપૂત રાજ સ્થાપિત કર્યું અને મુસ્લિમ શાસકો દ્વારા હિન્દુઓ પર લાદવામાં આવતો જજિયા વેરો નાબૂદ કર્યો. સિંહાસન પર આવ્યા પછી, સાંગાએ રાજપૂતાનાના લડતા જાતિઓ વચ્ચે સમાધાન કરવા માટે રાજદ્વારી અને વૈવાહિક જોડાણોનો ઉપયોગ કર્યો. મુઘલ સામ્રાજ્યના સ્થાપક બાબરે પોતાના સંસ્મરણોમાં સાંગાને દક્ષિણમાં વિજયનગર સામ્રાજ્યના કૃષ્ણદેવરાય સાથે ભારતના સૌથી મહાન નાસ્તિક શાસક તરીકે વર્ણવ્યાં હતા.
ADVERTISEMENT
So there’s an actual controversy over a neta saying Rajput king Rana Sanga invited Babur to India to help defeat Lodi.
— Gargi Rawat (@GargiRawat) March 24, 2025
In my book #TigerSeason , I’d written a fictionalised controversy over a Bollywood actor saying the same thing. And the ‘Bhawani Sena’ protested in Rajasthan.… pic.twitter.com/RAB6bEIqX8
મીરાંબાઈના સગા સસરા અને મહારાણા પ્રતાપના સગા વડદાદા
ADVERTISEMENT
રાણા સાંગા ભારતના સુપ્રસિદ્ધ ભક્ત કવિયત્રી મીરાંબાઈના સગા સસરા અને મહારાણા પ્રતાપના સગા વડદાદા (ગ્રેટ ગ્રાન્ડફાધર) હતા. જીવનમાં અનેક લડાઈ લડનારા રાણાના શરીર પર 80 ઘા હતા તેઓ 100 યુદ્ધ લડ્યાં હતા અને 99 જીત્યાં હતા ફક્ત એક જ યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો.
साहस और अजेयता के रूप महाराणा सांगा की असाधारण जीवन गाथा आज भी हमारी मरूधरा को गौरवान्वित करती है। सपा सांसद रामजीलाल सुमन द्वारा मेवाड़ के शूरवीर के प्रति अमर्यादित टिप्पणी ने मरुधरा के गौरवशाली इतिहास को अपमानित किया है।
— Neelam Gurjar (@NeelamGurj4BJP) March 23, 2025
लोकतंत्र के मंदिर में ऐसे अपवित्र शब्द निदंनीय है। pic.twitter.com/vwlNsUWIwP
ADVERTISEMENT
ગાગરોનના યુદ્ધમાં મહમૂદ ખિલજીને હરાવ્યો
1519માં મહારાણા સાંગાએ માલવાના મહમૂદ ખિલજી બીજાને હરાવીને ગોગરોનનું યુદ્ધ જીતી લીધું હતું જેમાં મહમૂદને પકડી લેવામાં આવ્યો અને પ્રદેશનો મોટો ભાગ કબજે કરવામાં આવ્યો. વાસ્તવમાં, માલવાના સુલતાન, નસીરુદ્દીન ખિલજી અને તેમના પુત્રો વચ્ચે ઉત્તરાધિકારનો વિવાદ શરૂ થયો. મહમૂદ ખિલજી બીજાએ મુખ્યત્વે રાજપૂત સરદાર મેદિની રાયના સમર્થનને કારણે વિજય મેળવ્યો. નવા સુલતાનને ત્યારબાદ ગુજરાતના મુઝફ્ફર શાહ બીજાને અપીલ કરવાની ફરજ પડી. મેદિની રાયના પુત્ર દ્વારા કબજે કરાયેલ મંડુને ત્યાં મોકલવામાં આવેલી ગુજરાતી સેનાએ ઘેરી લીધું હતું. ત્યારબાદ રાજપૂત રાજાએ મેવાડના રાણા સાંગા પાસેથી મદદ માંગી, જેના પગલે તેણે ગાગરોનના યુદ્ધમાં માલવાના સુલતાનને હરાવ્યો.
#maharanasanga #Rajput
— AmatyaRaakshasa🤺 (@AmatyaRaakshas) March 23, 2025
Maharana Sangram Singh I (r. 1509-1528 CE)
Maharana Sangram Singh or Rana Sanga was the son of Maharana Raimal. In 1509 CE he was crowned as the Maharana of Mewar. pic.twitter.com/c3ykM4VExi
ઈબ્રાહિમ લોદીને 3 વાર હરાવ્યો
1517માં દિલ્હીના સુલતાન ઈબ્રાઈમ લોદી અને રાણા સાંગા વચ્ચે ખતૌલીમાં યુદ્ધ લડાયું હતું જે મેવાડના શાસન માટે હતું અને તેમાં રાણા સાંગાનો વિજય થયો હતો. 1518માં પિતા સિકંદર લોદીના મૃત્યુ પછી, ઈબ્રાહિમ લોદી દિલ્હી સલ્તનતમાં લોદી વંશના આગામી સુલતાન બન્યા. રાણા સાંગાના આક્રમણના સમાચાર તેમને મળ્યા ત્યારે તેઓ ઉમરાવોના બળવાને દબાવવાનું કામ કરી રહ્યા હતા. આ યુદ્ધ રાજસ્થાનના આધુનિક લાખેરીમાં આવેલા હરાવતી (હારાવતી) ની સરહદ પર ખતૌલી ગામ પાસે થયું હતું. રાણા સાંગાએ ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો. 1518-19માં લોદીએ ફરી મેવાડ પર ચઢાઈ હતી અને આ વખતે પણ મહારાણાએ તેને ધોલપુરના યુદ્ધમાં હરાવી દીધો આ પછી ત્રીજી વાર મહારાણા સાંગાએ રણથંભોર ખાતે ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો.
બાબરને કોણે ભારત બોલાવ્યો?
ઈતિહાસકાર ડૉ. દાનપાલ સિંહે જણાવ્યું કે પંજાબના ગવર્નર દૌલત ખાન અને ઈબ્રાહિમ લોદીના કાકા આલમ ખાન દિલ્હીની ગાદી કબજે કરવા માંગતા હતા, તેમણે બાબરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું. રાણા સાંગાએ ક્યારેય બાબરને આમંત્રણ આપ્યું નહોતું. આવી સ્થિતિમાં, એવું કહેવું કે રાણા સાંગાએ બાબરને આમંત્રણ આપ્યું હતું તે ઇતિહાસ પર પડદો પાડવા જેવું છે.
So there’s an actual controversy over a neta saying Rajput king Rana Sanga invited Babur to India to help defeat Lodi.
— Gargi Rawat (@GargiRawat) March 24, 2025
In my book #TigerSeason , I’d written a fictionalised controversy over a Bollywood actor saying the same thing. And the ‘Bhawani Sena’ protested in Rajasthan.… pic.twitter.com/RAB6bEIqX8
રાણા સાંગા અને બાબર વચ્ચે યુદ્ધ
1527માં રાણા સાંગા અને બાબર વચ્ચે ખાનવાનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં બાબર તોપો અને બંદૂકોથી તો રાજપૂતો તલવારો અને ભાલાઓથી લડ્યા હતા પરંતુ યુદ્ધમાં મહારાણા સાંગાને એક તીર વાગ્યું હતું જેને કારણે તેઓ બેભાન બન્યાં હતા અને સેનાનું મનોબળ તૂટી ગયું. આ યુદ્ધમાં બાબરનો વિજય થયો અને અહીંથી હિંદુસ્તાન મુઘલોના હાથમાં આવું ગયું.
રાણા સાંગાનું ઝેરથી મોત
મારવાડના પૃથ્વીરાજ સિંહ પ્રથમ કછવાહા અને માલદેવ રાઠોડે ખાનવાના યુદ્ધભૂમિમાંથી બેભાન રાણા સાંગાને બચાવ્યાં હતા આ પછી રાણા સાંગાએ શપથ લીધા કે જ્યાં સુધી તે બાબરને હરાવીને દિલ્હી કબજે નહીં કરે ત્યાં સુધી તે ચિત્તોડ નહીં જાય. પોતાની પ્રતિજ્ઞાના ભાગ રુપે તેમણે પાઘડી પહેરવાનું પણ બંધ કરી દીધું અને માથા પર ટુવાલ વીંટાળવાનું શરૂ કર્યું હતું જોકે બાબરને હરાવાની તેમની ઈચ્છા અધૂરી રહી કારણ કે રાણા સાંગાને તેના જ સરદારોએ વિશ્વાસઘાતથી ઝેર આપ્યું હતું, ઝેરની અસરને કારણે સન 1528માં કાલ્પી (રાજસ્થાન)માં તેમનું અવસાન થયું હતું.
સપા સાંસદે એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો?
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને કહ્યું હતું કે ભાજપના લોકોનો એક વાક્ય બની ગયું છે કે તેમની પાસે બાબરનો ડીએનએ છે. તેઓ આ વાત દરેક જગ્યાએ પુનરાવર્તન કરે છે. ભારતના મુસ્લિમો બાબરને નહીં પણ મોહમ્મદ સાહેબને પોતાનો આદર્શ માને છે. અહીંના મુસ્લિમો સૂફી સંતોની પરંપરાને પોતાનો આદર્શ માને છે. હું જાણવા માંગુ છું કે બાબરને આખરે કોણ લાવ્યો? ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા બાબરને લાવ્યા હતા. મુસ્લિમો બાબરના વંશજો છે, પણ તમે દેશદ્રોહી રાણા સાંગાના વંશજો છો. જો બાબરની ટીકા થાય છે, તો રાણા સાંગાની કેમ નહીં?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.