બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / know-the-benefits-of-nigella-it-can-reduce-belly-fat

NULL / 10 રૂપિયાની આ ચીજથી માથામાં પડેલી ટાલ થશે દૂર અને ખરતાં વાળ અટકશે

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજકાલ મોટાભાગના લોકો વાળ ખરવા અને વધતી મેદસ્વિતાથી પરેશાન છે. એનાથી છુટકારો મેળવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. પરંતુ આ બધામાંથી છુટકારો મેળવવા માટે આજે અમે તમને ખૂબ જ કારગર ઘરેલૂ નુસ્ખા માટે જણાવવા જઇ રહ્યા છીએ. 
 
વજન ઓછું કરવા માટે કલૌજી ખૂબ જ ઉપયોગી હોય છે. આ મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને પાચનમ ક્રિયાને દુરુસ્ત રાખે છે. એના ઉપયોગ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી કલૌજીનું તેલ નાંખીને પીવાથી ચરબી ઓગળવા લાગશે. 

કલૌજીના ઉપયોગથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. એમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી હીલિંગ પ્રોપર્ટીઢ માથાની સ્કીન પર આવેલી ડ્રાયનેસને દૂર કરે છે. એના પ્રયોગ માટે એક ચમચી કલૌજી તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવું જોઇએ. આ પ્રક્રિયા સપ્તાહમાં ત્રણ અથવા ચાર વખત કરવી જોઇએ. 

ખોડાની સમસ્યાને દૂર કરવામાં પણ ખૂબ જ કારગર છે. એને લગાવવા માટે અડધા લીટર નારિયેળ તેલમાં 100 ગ્રામ કલૌંજી નાંખીને પકાવી લો. જ્યારે તેલ અડધું થઇ જાય તો એને ઠંડું કરીને એક બોટલમાં ભરી રાખો હવે દરરોજ સાંજે અને સવારે આ તેલની વાળમાં મસાજ કરો. આવું આશરે એક સપ્તાહ સુધી કરવાથી માથાની ઉપરના ભાગમાં ડ્રાય થયેલી પરત હટી જાય છે. 

કલૌંજીનું તેલ સ્કિનને ગ્લોઇંગ કરવામાં પણ ખૂબ મદદ કરે છે. રોજ સવારે અડધી ચમચી કલૌંજીનું તેલની અડધી ચમચી ઓલિવ ઓઇલમાં મિક્સ કરીને નાશ્તા પહેલા પીવાથી સ્કીન મુલાયમ થઇ જાય છે. 

જો કોઇ વ્યક્તિને ગેસ અથવા અપચો રહે છે તો કલૌંજી આ પરેશાનીને ઠીક કરવામાં મદદ કરે છે. એના માટે દરરોજ સવારે ખાલી પેટ થોડાક નવશેકા પાણીમાં ચપટી મીઠું અડધી ચમચી આદુનો રસ અને કલૌંજી નાંખીને પીવો જોઇએ. એમાથી આંતરડામાં ચોંટેલી ગંદકી દૂર થઇ જાય છે. 

જો તમે તમારા દિમાહને શાર્પ બનાવવા ઇચ્છો છો તો એક ગ્લાસ પાણીમાં 8 10 ફુદીનાના પાન અને બે ચમચી કલૌંજીનું તેલ ઉકાળીને પીવો.  
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ