બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know how to do e kyc step by step to get benefits of pm kisan yojana

PM KISAN / રૂ.2000નો હપ્તો ચાલુ રાખવો હોય તો આજે જ મોબાઈલથી પતાવી લો આ કામ, છેલ્લા 5 જ દિવસ બાકી

Jaydeep Shah

Last Updated: 04:41 PM, 26 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે E Kyc કરાવવું જરૂરી છે, જેની છેલ્લી તારીખ એટલે કે 31 મે હવે નજીક આવી રહી છે. સ્ટેપ બાય સ્ટેપ જાણો કઈ રીતે E Kyc કરવું.

  • PM Kisan E-kyc માટે 31 મે છે છેલ્લી તારીખ 
  • પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે PM Kisan E-kyc કરાવવું જરૂરી 
  • જાણો ઓનલાઈન કેવી રીતે કરી શકાશે PM Kisan E-kyc

PM Kisan E-kyc માટે નવી લિંક થઇ જાહેર

દેશના તમામ ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલે છે. જેમ કે PM Kisan, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂત પેન્શન યોજના વગેરે. હાલમાં પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનામાં એક નવી જાહેરાત કરવામાં આવી છે. નવી જાહેરાત મુજબ દેશના તમામ ખેડૂતોને PM Kisan e-KYC કરવું પડશે. 

ભારત સરકારના Department of Agriculture and Farmers Welfare દ્વારા PM Kisan Yojana ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં રૂપિયા કુલ 6000/-  આપવામાં આવે છે. આ યોજના હેઠળ નવી જાહેરાત કરવામાં આવી છે કે, દરેક ખેડૂતોને પીએમ કિસાન ઈ-કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે.

31 મે E KYC કરવા માટેની છેલ્લી તારીખ 

PM Kisan E KYC કરવાની તારીખ 31 માર્ચ 2022 હતી, જેને વધારીને 31 May 2022 કરવામાં આવી છે. ખેડૂતો ઘરે બેઠા KYC કરી શકે તે માટે PM Kisan E KYC OTP Link Active કરવામાં આવેલ છે. એટલા માટે ખડૂતોએ આ લાભ મેળવવાનું ચાલુ રાખવા માટે ઈ કેવાયસી કરવું પડશે. 

PM Kisan E KYC ઓનલાઈન કેવી રીતે કરશો?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે ઘરે બેઠા પોતાના મોબાઈલ પર પણ ઈ કેવાયસી કરાવી શકશે. આ માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ મુજબ છે. 

  • સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્યુટરમાં ગૂગલ ક્રોમમાં PM KISAN ટાઈપ કરો. 
  • હાવે આમાં સર્ચ રિઝલ્ટમાં ઘણા બધા પરિણામો બતાવશે. 
  • હવે PM KISAN PORTALની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે. 

  • હવે આ વેબસાઈટમાં FARMER CORNERમાં જઈને E-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે. 
  • ત્યાર બાદ નવું પેજ ખુલશે, જેમાં OTP BASED EKYC કરી શકો છો. 
  • જે ખેડૂતનું  PM e-KYC કરવાનું હોય તેનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ ખેડૂતને પોતાના આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે.
  • જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.
  • Aadhaar Registered Mobile નો OTP દાખલ કર્યા બાદ ફરીથી, જે મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક થયેલો હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, EKYC is Sucessfully Submitted. એવો મેસેજ આવશે. જે સફળતાપૂર્વક ekyc થઈ ગયું છે, તે જણાવશે.

PM Kisan E-kyc માટેની નવી લિંક : અહી ક્લિક કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News PM Kisan Yojna VTVExclusive પીએમ કિસાન સન્માન નિધિ યોજના PM Kisan Scheme
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ