ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Relationship / Know how Monthly contraceptive patch could replace the PILL

ટિપ્સ / સેક્સ વખતે ગર્ભ થતો રોકવાં કોન્ડમ કે ગોળીઓ ખાઈ થાક્યા છો, તો કરો આ વસ્તુ

Published By: Noor

Last Updated: 11:52 AM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગની મહિલાઓ અનિચ્છનીય ગર્ભથી બચવા માટે ગર્ભનિરોધક ગોળીઓ લેતી હોય છે. અનિચ્છનીય ગર્ભથી બચવા માટે આ ગોળીઓ સૌથી સરળ ઉપાય છે. પણ તેના સાઈડ ઈફેક્ટ્સ પણ ઘણાં હોય છે, સાથે જ તેને સમયસર લેવાનું યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જો તમે એક દિવસની પણ ગોળી ખાવાનું ભૂલી જાઓ તો અનિચ્છનીય ગર્ભ રહેવાના ચાન્સિસ વધી જાય છે અને પછી તેના કારણે ઘણી સમસ્યાઓ પણ થઈ શકે છે. પરંતુ હવે મહિલાઓને આવી સમસ્યાઓથી છૂટકારો મળી શકશે. વૈજ્ઞાનિકોએ ગર્ભનિરોધક ગોળીઓ માટે એક બેસ્ટ વિકલ્પ શોધી કાઢ્યો છે.

ADVERTISEMENT

  • ગર્ભનિરોધક ગોળીનો બેસ્ટ વિકલ્પ છે કૉન્ટ્રાસેપ્ટિવ પેચ
  • પિલ્સની જેમ જ કરે છે કામ
  • ગાઈનેકોલોજિસ્ટે પણ આપી દીધી મંજૂરી 

વૈજ્ઞાનિકોએ એક એવો કૉન્ટ્રાસેપ્ટિવ પેચ શોધી કાઢ્યો છે જે કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જેમ જ કામ કરે છે. આ પેચ સ્કિન પર ચોંટી જાય છે અને ધીરે-ધીરે 30 દિવસ સુધી મહિલાઓના લોહીમાં એક કૉન્ટ્રાસેપ્ટિવ ડ્રગ રિલીઝ કરે છે. 

નાની સાઈઝના આ ડિવાઈસમાં નાની-નાની સોય લાગેલી છે. જે સ્કિન પર લાગતા જ કૉન્ટ્રાસેપ્ટિવ નીકળવાનું શરૂ કરી દે છે. જોર્જિયા ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલૉજીના વૈજ્ઞાનિકોને સૌથી પહેલાં તેનો પ્રયોગ ઉંદરો પર કર્યો હતો, જે બાદ નિષ્કર્ષ સંપૂર્ણપણે સુરક્ષિત મળ્યા અને પછી મહિલાઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં પણ સકારાત્મક પરિણામ મળ્યા હતા. 

જે 10 મહિલાઓ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો, તેમાંથી એકેય મહિલાએ એવી કોઈ ફરિયાદ નહોતી કરી કે પેચ લગાવ્યા પછી તેમને કોઈ નુકસાન થયું છે. કેમિકલ અને બાયોમૉલેક્યુલર એન્જિનિયરિંગના પ્રોફેસર માર્ક પ્રુસ્ગિટ્ઝ સહિત અન્ય શોધકર્તાઓનું પણ કહેવું છે કે કૉન્ટ્રાસેપ્ટિક પેચ એવી મહિલાઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જે રોજ ગોળીઓ લઈને કંટાળી ગઈ છે. 

ગણીવાર મહિલાઓ સમયસર ગોળી લેવાનું ભૂલી જાય છે અને આ ગોળીઓની અસર પણ ઘટી જાય છે. આ જ કારણોથી લાંબા સમય સુધી ચાલતા ગર્ભનિરોધક પેચને ગાઈનેકોલોજિસ્ટે પણ મંજૂરી આપી દીધી છે. સ્કિનનું સૌથી ઉપરનું પડ પાતળું હોય છે, પેચની સોય સરળતાથી તેમાં અંદર જતી રહે છે. આ કારણથી કૉન્ટ્રાસેપ્ટિવ પેચની નીચે સોય લગાડવામાં આવી છે. 

સિડની વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રેચલ સ્કિનર કહે છે કે, 'માઈક્રોનીડલ પેચથી લોકોથી એક જરૂરી દવા પહોંચી શકશે'. આ પેચ ખાસ કરીને યુવાન મહિલાઓ અને ઓછી આવકવાળા દેશોની મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે. જ્યાંની મહિલાઓને સરળતાથી ગર્ભનિરોધક ગોળીઓ મળી શકતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Birth Control Contraceptive Contraceptive Pill Patch કૉન્ટ્રાસેપ્ટિવ પેચ બર્થ કંટ્રોલ tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ