બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / know ayodhya verdict in simple points

અયોધ્યા ચુકાદો / વર્ષોથી ચાલેલા અયોધ્યાનાં વિવાદીત જમીન કેસના ચુકાદાને 10 પોઈન્ટ્સમાં આ રીતે સમજો

Dharmishtha

Last Updated: 04:13 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા કેસનો આજે ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. બેન્ચનાં અધ્યક્ષ CJIએ 45 મિનિટ સુધી ચુકાદો વાંચ્યો હતો. 500 વર્ષથી આ જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં 200 વર્ષ જે કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ 500 વર્ષથી ચાલી રહેલા આ કેસ અને તેના ચુકાદાને જાણો આ સરળ પોઈન્ટ સાથે...

  • વિવાદીત જમીન રામલલ્લા વિરાજમાન હતાં એવું  સ્વીકારવામાં આવ્યું છે.
  • કાનુની પક્ષની દલીલોને આધારે તથ્યોને પરખીને ચૂકાદો અપાયો
  • સુપ્રિમ કોર્ટનો ફેંસલો છેલ્લો નથી. પક્ષકાર પાસે રિવ્યુ પિટીશન માટે રસ્તા ખુલ્લાં છે.

1. વિવાદીત જમીન રામલલ્લા વિરાજમાન હતાં એવું સ્વીકારવામાં આવ્યું છે. અહી રામ મંદિર બનશે.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ગોગોઈની 5 સભ્યોની બેન્ચ દ્વારા આજે અયોધ્યા કેસનો ચૂકાદો અપાયો હતો. વિવાદીત જમીનની માલિકી રામલલ્લા વિરાજમાન હોવાનું સ્વીકાર્યું. અહીં રામ મંદિર બનશે.

2. ASI સર્વેક્ષણનાં રિપોર્ટમાં આ જમીનની નીચેથી મંદિર હોવાનું મળ્યું હતું.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનાં રિપોર્ટમાં નીચેથી મંદિરનાં અવષેશો મળ્યાં છે. તેને કોર્ટે નોંધતાં કહ્યું હતું કે, આ અવશેષો મંદિરનાં હોઈ શકે તેવી કોઈ સ્પષ્ટતા નથી પણ આ અવષેશો ચોક્કસ રીતે ઈસ્લામિક શૈલીનાં નથી.

3. મસ્જિદ માટે મંદિર તોડાઈ હોવાની વાત સ્પષ્ટ નથી

ચીફ જસ્ટિસે ચૂકાદામાં કહ્યું હતું કે, મસ્જિદ ખાલી જમીન પર નહોતી બની. પરંતુ મસ્જિદ બનાવવા માટે મંદિર તોડવામાં આવ્યું હોવાની કોઈ સ્પષ્ટતા નથી.
 

4. સૂન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાનો દાવો ફગાવ્યો

નિર્મોહી અખાડાએ કહ્યું હતું કે અમારો કેસ મંદિરની સારસંભાળ અને સંરક્ષણનાં અધિકાર માટે છે. ત્યાં અમારો કબ્જો છે. આ દાવો કોર્ટે ફગાવી દીધો છે. જ્યારે સૂન્ની વકફ બોર્ડનો દાવો હતો કે સંપતિનાં માલિક સંપતિનો ઉપયોગ ન કરે તો માલિકીનો અધિકાર પુરો નથી થઈ જતો.  બ્રિટિશ સરકાર મસ્જિદના વિકાસ માટે દાન આપ્યું હતું. 1854થી અમને અનુદાન મળતું રહ્યું છે.  કોર્ટે આ દાવો ફગાવી દીઘો છે. 

5 . શિયા વકફ બોર્ડની અરજી કોર્ટે ફગાવી દીધા છે

જ્યારે કોર્ટે શિયા 24964 દિવસ પછી અરજી કરી હોવાથી ફગાવી દીધી હતી. તેમજ તેઓ કોર્ટમાં અરજી મોડી ફાઈલ કરવાનું કારણ સ્પષ્ટ ન કરી શક્યાં. અરજીમાં આ જમીન પોતાની હોવાનો દાવો હતો. 

6. સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકાર  અને કેન્દ્ર સરકારને મંદિર બનાવવા ટ્રસ્ટ બનાવવા કહ્યું છે.

કોર્ટે એએસઆઈનાં પુરાવાનાં આધારે કોર્ટે નોંધ્યું કે મળેલા પુરાવા ઈસ્લામિક સ્થાપત્યનાં નથી. તેમજ આ જગ્યાંને રામ લલ્લાની હોવાનો ચુકાદો આપી અહીં મંદિર નિર્માણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને 3 મહિનામાં ટ્રસ્ટ બનાવવાનું કહ્યું છે.

7 સુન્ની વકફ બોર્ડ એટલે કે મુસ્લિમ પક્ષકારને અયોધ્યામાં જ 5 એકર જમીન અપાવામાં આવશે. જ્યાં મસ્જિદ બનશે.

કોર્ટે અયોધ્યા મંદિરની જમીન નિર્વિવાદીત છે તેમ નોંધી કોર્ટે તે રામલલાને સોંપ્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકારને અયોધ્યામાં જ મુસ્લિમ પક્ષકારોને મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવા આદેશ કર્યો છે.

8 . 1528માં બાબરીના સેનાપતિ મીર બાકીએ આ જગ્યાએ મસ્જિદ બનાવી હતી 

હિંદુ પક્ષકારોએ દાવો કર્યો હતો કે 1528માં બાબરનાં સેનાપતિ મીર બાકીએ બાબરનાં આદેશથી જ રામ મંદિર તોડી ત્યાં મસ્જિદ બનાવી હતી. 

9.  આસ્થા, વિશ્વાસ અને ધર્મને લઈને નહીં પણ કાનુની પક્ષની દલીલોને આધારે તથ્યોને પરખીને ચૂકાદો અપાયો

સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ 45 મિનિટમાં ચુકાદો વાંચી સંભળાવ્યો હતો. જોકે આ પહેલાં તેમણે કહ્યું હતું કે આ ચુકાદો આસ્થા, વિશ્વાસ અને ધર્મને લઈને નહીં પણ કાનુની પક્ષની દલીલોને આધારે તથ્યોને પરખીને અપાયો છે.

10. સુપ્રીમ કોર્ટનો ફેંસલો છેલ્લો નથી. પક્ષકાર માટે આ માર્ગ ખુલ્લો છે. 
 
અયોધ્યા કેસનો ચુકાદો છેલ્લો નથી. પક્ષકાર રિવ્યુ પિટીશન દાખલ કરી શકે છે. પક્ષકાર પુર્નવિચારની અરજી એજ બેંચ પાસે જશે જેમણે ચુકાદો સંભળાવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Ayodhya result Ayodhya verdict latest news Gujarati News judgement અયોધ્યા અયોધ્યા કેસ ગજરાતી ન્યૂઝ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ ચુકાદો ayodhya verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ