બ્રેકિંગ ન્યુઝ
VTV / know all about what is trb jawan
Last Updated: 04:54 PM, 26 August 2022
ADVERTISEMENT
હાલમાં ગુજરાતનાં રસ્તાઓ પર એક રખડતાં ઢોર અને TRB જવાનના ત્રાસની ચર્ચા વધી છે. જ્યારે કોઈ TRB જવાન કોઈ વકીલ પર હુમલો કરે છે તો એ તો ખરેખર વિચારવા જેવી બાબત છે. આ માટે હિંમત અને સાથે સૌથી મોટું હથિયાર કાયદા અને નિયમોનું જ્ઞાન છે. એક TRB જવાનની કામગીરી શું હોય છે, તેમની પાસે કેટલી સત્તા હોય છે અને તેમની ભરતી કઈ રીતે થાય છે. ચાલો જોઈએ રોડ સેફટી એક્સપર્ટ જે. ડી. શાહ આ બાબતે શું કહે છે.
ADVERTISEMENT
TRB જવાન એટલે શું ?
TRBનો અર્થ છે ટ્રાફિક બ્રિગેડ. તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં 'ટ્રાફિક વોર્ડન' તરીકેની છે. TRB જવાનને પોલીસ ન કહી શકાય. ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવાય છે.
ADVERTISEMENT
TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે?
ના TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
.png)
ADVERTISEMENT
TRB જવાન વાહનચાલકને રોકી દસ્તાવેજ માગી શકે?
ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી. તેમનું કામ માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે.
TRB જવાન વાહન ચાલકને અટકાવી શકે ખરા?
ના. તમામ કામગીરી ટ્રાફિક શાખાના કર્મચારી જ છે. TRB જવાન કોઇની અટકાયત ન કરી શકે.
ADVERTISEMENT
.png)
TRB જવાન મેમો બનાવી શકે ?
ના. તેમની પાસે એવી કોઈ સત્તા નથી. તેઓ વાહનચાલકને અટકાવી ન શકે તથા તેમની પાસેથી દસ્તાવેજ પણ ન માગી શકે. ચલણ આપવાની કે વાહનચાલકને અટકાવવાની કામગીરી ટ્રાફિક પોલીસની જ છે.
ADVERTISEMENT
TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?
TRB જવાનની ફરિયાદ દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય.
.png)
TRB જવાનની ભરતી અને ડ્યૂટીની સમય મર્યાદા નક્કી હોય છે ?
TRB જવાનની 8 કલાકની રોજની ડ્યૂટી હોય છે તથા તેઓ અમદાવાદમાં થયેલ ભરતી મુજબ 3 વર્ષ ફરજ બજાવી શકે છે.
TRB જવાનનું વેતન કેટલું હોય ?
TRB જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમકે લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ.
.png)
વાહનના દસ્તાવેજ સાથે નથી તેવા સંજોગોમાં શું કરવું ?
વાહનોના દસ્તાવેજ હવે તામી તમારા મોબાઇલમાં જ સાચવી શકો છો. આ માટે Mparivahan ઍપ કે પછી digilocker ઍૅપમાં દસ્તાવેજ સાચવી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.