નિર્માણ /
દુનિયાની સૌથી લાંબી ટનલ બની હિમાચલ પ્રદેશમાં, ચીન બોર્ડર સુધી પહોંચવામાં આસાની
Team VTV04:35 PM, 03 Oct 20
| Updated: 10:01 AM, 06 Oct 20
પ્રધાનમંત્રી મોદીએ આજે અટલ ટનલનું ઉદ્ધાટન કર્યુ, હવે આ ટનલ માત્ર નોર્મલ માણસની સુવિધા માટે જ નહી પરંતુ LAC રેખા નજીક પહોંચી જશે. પીએમ મોદીની સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર હતા.
અટલજીનુ સપનુ થયુ પૂર્ણ
આ ટનલ સીમા વિવાદ માટે જરૂરી
3.6x 2.25 મીટરની ફાયર-પ્રૂફ ઇમરજન્સી એક્ઝિટ ટનલ
મહત્વની આ ટનલ
ચીન સાથે સીમા પર ચાલી રહેલા તણાવ અને ઠંડીના વાતાવરણ માટે આ ટનલ સુરક્ષા રીતે વિશેષરૂપથી મદદરૂપ થશે. 3.02 કિલોમીટર લાંબી સુરંગ દુનિયાની સૌથી લાંબી રાજમાર્ગ સુરંગ છે જે મનાલી અને લાહૌલ-સ્પીતી ઘાટીને જોડે છે. આ પહેલા દર વર્ષે લગભગ છ મહિના સુધી બરફવર્ષાને કારણે સંપર્ક કટ થઇ જાય છે.
અત્યાધુનિક પરિસ્થિતિને કારણે તૈયાર
આ ટનલ હિમાલયની પીર શ્રૃંખલામાં સમુદ્રતળથી 3000 મીટરની ઉંચાઇ પર અતિ-આધુનિક ડિરેક્શન સાથે બનાવવામાં આવી છે. અટલ ટનલના દક્ષિણ પોર્ટલ મનાલીથી 25 કિલોમીટર દુર 3060 મીટર ઉંચાઇ પર સ્થિત છે. જ્યારે ઉત્તર પોર્ટલ લાહૌલ ઘાટીમાં તેલિંગસિસ્સુગાંમ પાસે 3071 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.
ફાયર-પ્રૂફ ઇમરજન્સી એક્ઝિટ એક્ઝનલ ટનલ
જેની ઓવરહેડ ક્લિયરન્સ 5.525 મીટર છે. તે 10.5 મીટર પહોળી છે અને તેમાં 3.6x 2.25 મીટરની ફાયર-પ્રૂફ ઇમરજન્સી એક્ઝિટ એક્ઝનલ ટનલ છે, જે મુખ્ય ટનલમાં જ બનાવવામાં આવી છે. અટલ ટનલ 3000 કારની ટ્રાફિક ગીચતા માટે અને દરરોજ 1500 ટ્રક પ્રતિ કલાકની મહત્તમ ગતિ સાથે બનાવવામાં આવી છે. આ ટનલ અતિ આધુનિક ઇલેક્ટ્રો-મિકેનિકલ સિસ્ટમથી સજ્જ છે જેમાં અર્ધ ટ્રાંસ્વર્સ વેન્ટિલેશન સિસ્ટમ, એસસીએડીએ નિયંત્રિત ફાયર ફાઇટીંગ, રોશની અને સર્વેલન્સ સિસ્ટમનો સમાવેશ થાય છે.
અટલજીનુ સપનુ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રી હતા ત્યારે 3 જૂન 2000માં રોહતાંગ નીચે એક રણનીતિક ટનલનુ નિર્માણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ટનલની દક્ષિણ પોર્ટલની પહોંચ રોડની આધારશિલા 26 મે 2002ના રોજ રાખવામાં આવી હતી.