બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know 9 kitchen things for cleaning uses at home

કામની વાત / ગૃહિણીના સાફ સફાઇના કામને સરળ બનાવે છે રસોઇની આ ચીજો, કરો ટ્રાય

Bhushita

Last Updated: 10:30 AM, 3 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરની સાફ સફાઇ દરેક ગૃહિણી માટે મોટું કામ હોય છે. ઓછા સમયમાં ઘરની સાફ સફાઇ માટે તમારા ઘરની આ કેટલીક ચીજો તમારી મદદ કરે છે. તેને તમે ભાગ્યે જ જાણતાં હશો.

  • ઘરની સફાઈમાં કામની છે આ ટિપ્સ
  • રસોઈની ખાસ ચીજોથી કરી લો સાફસફાઈ
  • બચશે ગૃહિણીઓનો સમય અને મહેનત

જાણો કઇ ચીજોથી કઇ રીતે સફાઇ કરી શકાશે અને કામને સરળ બનાવી શકાય છે...


મોસંબી
બાથટબમાં પડેલા પાણીના ડાઘ સાફ કરવા તેના છોડામાં મીઠું નાંખો અને ટબ ઘસી લો.

બટાકા
જે જગ્યાએ કાટના ડાઘ લાગ્યા હોય ત્યાં બટાકાના પીસ કાપીને ઘસી લો. જલદી સાફ થશે.

કૉફી
કાચના વાસણ સાફ કરવા કૉફી પાવડરનો યૂઝ કરો. તેનાથી વાસણ પર સ્ક્રેચ નહીં પડે.

ડુંગળી
બારીઓ પર ચિકાશ જામી છે તો ડુંગળીને અડધી કાપો અને ઘસી લો. ચિકાશ સાફ થશે.

લીંબું
તેને કાપીને તેની પર મીઠું છાંટી લો. ગંદા વાસણ કે પેન અને કિચન સિંક સાફ કરવામાં સરળતા રહેશે.

ચા
ઘરના ફર્નિચરને ફરી ચમક આપવા માટે ટી બેગ કે ચા પત્તીનો પ્રયોગ કરો. કામ સરળ બનશે. 

તમાલપત્ર
ઘરમાં કીડા મકોડા થયા હોય તો તેને ભગાડવા તે જગ્યા પર તમાલપત્ર રાખી દો. તેની સ્મેલથી તે ભાગશે.
 
ગ્રીન ટી
ફ્રિઝમાંથી બદબૂ આવે તો એક વાટકીમાં ગ્રીન ટી ભરીને રાખો. તેનાથી સ્મેલ ગાયબ થશે. 
 
બેકિંગ સોડા
બેકિંગ પાવડર અને વિનેગર પાણીમાં સરખા પ્રમાણમાં મિક્સ કરીને જામ થયેલા ડ્રેનેજમાં નાંખીને થોડી વાર રહેવા દો. પછી પાણી નાંખો. જામ ખૂલી જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cleaning Use Kitchen things Utility News કિચન મદદ યૂટિલિટી ન્યુઝ રસોઈની ચીજો સાફ સફાઈ kitchen things for cleaning uses
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ