બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / kkr player litton das returns home for family emergency IPL 2023

IPL 2023 / SRKની ટીમને મોટો ઝટકો: અધવચ્ચે જ IPL ટૂર્નામેન્ટ છોડી પોતાને વતન પરત ફર્યો આ દિગ્ગજ

Arohi

Last Updated: 07:30 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 KKR: KKRએ પોતાની છેલ્લા મેચમાં RCBના વિરૂદ્ધ શાનદાર જીત હાસિલ કરી હતી. પરંતુ હવે ટીમની તરફથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

  • KKRએ RCBને ચટાવી હતી ધૂળ 
  • SRKની ટીમને મોટો ઝટકો
  • ટૂર્નામેન્ટ છોડી વતન પરત ફર્યો આ દિગ્ગજ

બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સે આ સીઝને પોતાની ત્રીજી જીત નોંધાવી. આ મેચમાં KKRના ઓપનર જેસન રોયે શાનદાર બેટિંગ કરી. આ ઉપરાંત રિંકુ સિંહના બેટમાંથી પણ રન નિકળ્યા. 

ગુજરાત સાથે થશે ટક્કર 
સતત ચાર મેચમાં હારનો સામનો કર્યા બાદ આખરે KKRની ટીમ જીતના પાટા પર પરત ફરી ચુકી છે. KKR હવે શનિવારે ગુજરાત સામે મેચ રમશે. KKRએ આ સીઝન ઓપનિંગ જોડીમાં ઘણા ફેરફાર કર્યા છે. પરંતુ જેસન રોયના આવ્યા બાદથી ટીમની શરૂઆત સારી થઈ છે. 

ટીમને લાગ્યો ઝટકો 
ગુજરાત ટાઈટન્સના વિરૂદ્ધ થવા જઈ રહેલી મેચ પહેલા KKRની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બાંગ્લાદેશના અનુભવી વિકેટકીપર બેટર લિટન દાસ પરિવારમાં ઈમરજન્સી સિચુએશન હોવાના કારણે પરત પોતાના ઘરે પરત ફર્યા છે. KKRએ લિટન દાસને આ સીઝન માટે 50 લાખ રૂપિયામાં પોતાની સાથે જોડ્યા હતા. 

દિલ્હીના સામે મળ્યો હતો મોકો 
આ સીઝન KKR માટે લિટન દાસે ફક્ત એક જ મેચ રમી હતી. લિટન દાસે દિલ્હી કેપિટલ્સના વિરૂદ્ધ આઈપીએલ ડેબ્યૂ કર્યો હતો. પરંતુ પોતાના પહેલા મેચમાં તે અમુક ખાસ કમાલ ન કરી શક્યા. આ સમયે લિટન દાસના બેટથી ફક્ત ચાર રન નિકળ્યા હતા. 

સાધારણ રહી વિકેટકીપિંગ 
બેટથી ફ્લોપ થયા બાદ વિકેટના પાછળથી પણ તેમને પોતાના પ્રદર્શનથી બધાને નિરાશ કર્યા. વિકેટકિપરના રીતે તેમણે સ્ટંપિંગના બે અવસર ગુમાવ્યા. જેના કારણે દિલ્હીના વિરૂદ્ધ છેલ્લી ઓવરમાં કેકેઆરને હારનો સામનો કરવો પડ્યો હતો. 

શાકિલ અલ હસનની જગ્યા પર મળ્યો હતો મોકો 
લિટન દાસને કેકેઆરની ટીમમાં શાકિબ અલ હસનની જગ્યા પર તક મળી હતી. શાકિબ અલ હસને આઈપીએલના 16માં સીઝનમાં પોતાનું નામ પરત લઈ લીધુ હતું. કેકેઆરની ટીમને પ્લેઓફમાં પહોંચવા માટે આવનાર મુકાબલામાં આશા કરતા સારૂ પ્રદર્શન કરવાનું રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ