ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પતંગ રસિકોને મોજ! જોરદાર પવન સાથે વરસાદની શક્યતા નહીંવત, પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાત / પતંગ રસિકોને મોજ! જોરદાર પવન સાથે વરસાદની શક્યતા નહીંવત, પરેશ ગોસ્વામીની આગાહી

Last Updated: 05:13 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 14 જાન્યુઆરીએ પવનની ગતિ-દિશા ખૂબ અનુકુળ રહેશે

ADVERTISEMENT

ઉત્તરાયણનાં દિવસે પતંગ રસિયાઓને ખુશ કરે તેવી આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે. 14 જાન્યુઆરીએ પવનની ગતિ-દિશા ખૂબ અનુકુળ રહેશે તેમજ રાજ્યમાં 14 જાન્યુઆરીએ આકાશ ખુલ્લુ રહેશે. રાજ્યમાં મહત્તમ તાપમાન 25 થી 30 ડિગ્રી રહવાની પણ શક્યતા વ્યક્ત કરી છે.

મકરસંક્રાતિ પર્વ પર પતંગ માટે અનુકુળ પવન રહેશે

રાજ્યમાં પતંગરસિકો માટે સારા સમાચાર છે કે, મકરસંક્રાતિ પર્વ પર પતંગ માટે અનુકુળ પવન રહેશે અને તાપમાન સામાન્ય રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં 20થી 22 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ જોવા મળશે.

આ પણ વાંચો: MS યુનિવર્સિટી જાતીય સતામણી કેસ, પીડિતાની મિત્ર-પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલે કહ્યું કે, સુરતમાં વધારે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Uttarayan Temperature Paresh Goswami Forecast Uttarayan 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ