ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / MS યુનિવર્સિટી જાતીય સતામણી કેસ, પીડિતાની મિત્ર-પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

વડોદરા / MS યુનિવર્સિટી જાતીય સતામણી કેસ, પીડિતાની મિત્ર-પ્રોફેસરની વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ

Last Updated: 04:37 PM, 12 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લંપટ પ્રોફેસર ઓડિયો ક્લિપમાં કહે છે કે "ઉસકો સમજાના તો પડેગા કી ઇસ્લામ ક્યા હૈ...પરિવાર કે લોગ સારે બદમાશ હૈ''

ADVERTISEMENT

વડોદરાની MS યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરનો ભાંડાફોડ કરતો વધુ એક પુરાવો મળ્યો છે. પ્રોફેસર અઝહર ઢેરીવાલાના વિદ્યાર્થિની સાથે જાતીય સતામણીના કેસમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થતા સામે આવી છે. જેમાં પીડિતાની મિત્ર અને લંપટ પ્રોફેસર વચ્ચે વાતચીત સાંભળી શકાય છે. પીડિતાની મિત્રએ લંપટ પ્રોફેસરના પાપનો પર્દાફાશ કર્યો હતો.

MS યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરનું કાંડ ખુલ્યું

લંપટ પ્રોફેસર ઓડિયો ક્લિપમાં કહે છે કે "ઉસકો સમજાના તો પડેગા કી ઇસ્લામ ક્યા હૈ...પરિવાર કે લોગ સારે બદમાશ હૈ, લાઇફ પૂરી બરબાદ કરે દેંગે..ઓર ડિપાર્ટમેન્ટ મે સે ભી સબસે દૂર રહો.....ઉસકો બતાના જરૂરી હૈ કિ સબ રિસ્પેક્ટ નહીં કરતે...કોઈ ઇસકો કુછ નહિ કર પાયેગા." આ ઘટનામાં લંપટ પ્રોફેસર પીડિતાને માર્ક્સ કટ કરી દેવાની તથા નાપાસ કરવાની ધમકી આપતો હતો. આ અંગે પીડિતાની મિત્રએ બે મહિના પહેલા યુનિવર્સિટીના સતાધીશોને ફરિયાદ કરવા છતા કોઇ કાર્યવાહી નહીં થવાથી વિદ્યાર્થીનીનો રોષ ભડક્યો હતો અને તેણે સમગ્ર કાંડને ઉજાગર કર્યું હતું.

લંપટ પ્રોફેસરના ખૂલ્યા રાઝ

પીડિતાને માર્ક્સ કટ કરી દેવાની, નાપાસ કરવાની ધમકી આપતો હતો. ત્યારે MS યુનિવર્સિટીના તંત્ર સામે પણ પીડિતાની મિત્રએ સવાલ ઉઠાવ્યા છે. પીડિતાની મિત્રએ કહ્યું કે, બે મહિના પહેલા ફરિયાદ કરી હતી પરંતુ કાર્યવાહી ન થઈ, હેડ ઓફિસમાં જાણ કરવા છતાં કોઈ પગલાં ન લેવાયા અને આવા લોકોને નોકરીમાંથી જ કાઢી મુકવા જોઈએ. વધુમાં કહ્યું કે, પ્રોફેસર અઝહર ઢેરીવાલાની જાહેરમાં પીટાઈ કરો.

આ પણ વાંચો: 14 અને 15 જાન્યુઆરી માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ ફૂલીને ફુગ્ગો

વિદ્યાર્થીઓમાં રોષ

વડોદરાની એમએસ યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર સામે ચોંકાવનારો આક્ષેપ લાગ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ પ્રોફેસર અઝહર ઢેરીવાલા પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીનીના આક્ષેપ પ્રમાણે સારા માર્કસ સાથે પાસ કરવાની અને સારી નોકરી અપાવી દેવાની લાલચ આપીને એસોસીએટ પ્રોફેસર અઝહર ઢેરીવાલાએ તેનું જાતીય શોષણ કર્યું. તેમજ વિદ્યાર્થિનીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા પણ આરોપી પ્રોફેસર દબાણ કરતો હોવાનું અને અભ્યાસના બહાને એકાંતમાં બોલાવીને શારીરિક અડપલા કરતો હોવાનું વિદ્યાર્થિનીનું કહેવું છે. વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીના વીમેન્સ ગ્રીવેન્સ એન્ડ કાઉન્સેલિંગ સેલમાં ફરિયાદ કરતા સેલે પ્રોફેસરની કેબિન સીલ કરીને તપાસ હાથ ધરી છે. ઉપરાંત વિદ્યાર્થિનીએ આરોપી પ્રોફેસર સામે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ મામલે યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે આરોપી પ્રોફેસરને ટર્મિનેટ કરીને સખત કાર્યવાહી કરવાની માગ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Professor Azhar Dheriwala MS University Controversy Vadodara Crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ