ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 14 અને 15 જાન્યુઆરી માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ ફૂલીને ફુગ્ગો
Last Updated: 08:13 AM, 12 January 2025
ADVERTISEMENT
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઉત્તરાયણનાં દિવસે પતંગરસિયાઓને ખુશ કરે તેવી આગાહી કરી છે. જેમાં પતંગરસિયાઓ માટે ઉત્તરાયણનાં દિવસે તેમજ વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ ઉડાવવા મહેનત કરવી પડશે નહી. તેમજ ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનાં દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે. તેમજ રાજ્યનાં તમામ જીલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેશે.
ADVERTISEMENT
વાદળછાયું વાતાવરણ રહેશે
ADVERTISEMENT
તેમજ સુરતમાં વધારે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.
વધુ વાંચોઃ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય, હવામાનની તાપમાનનો પારો વધારતી આગાહી
ADVERTISEMENT
24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નલિયામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 14.2, ડીસામાં 14.6, અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ