બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kishan Bharwad murder case: Maulana Kamargani in judicial custody gujarat ATS
ADVERTISEMENT
અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમર ગની ઉસ્માનીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ATSએ રિમાન્ડની માગણી ન કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.9 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં ATS દ્વારા કમર ગનીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જે બાદ તેને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. મહત્વનું છે કે ધંધકા હત્યા કેસના મુખ્ય આરોપીને ભડકાઉ ભાષણ આપવાની ભૂમિકા ઉસ્માનીએ ભજવી હતી.
મૌલાના કમરગી ઉસ્માનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી
કિશન ભરવાડ હત્યા કેસને લઈને દિવસેને દિવસે હવે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. ત્યારે વધુમાં આ કેસમાં નવો મોટો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મૌલાના કમરગી ઉસમાનીના સંગઠનની બેંક ડિટેઈલ મળી આવી છે. જાણીને આપને નવાઈ લાગશે કે મૌલાના કમરગી ઉસમાનીના બેંક એકાઉન્ટ માંથી 11 લાખના વ્યવહાર મલી આવ્યા હતા
ADVERTISEMENT
કમર ગનીના મોબાઈલના CDRનો અભ્યાસ
આ પહેલા રિમાન્ડ દરમિયાન આરોપીની સંસ્થા તહેરીકે ફરોગે ઇસ્લામ દ્વારા જે 1500 વ્યક્તિઓના લીસ્ટ બનાવવાના આવ્યું હતું. તેમાં કોના કોના નામનો સમાવેશ કરવામાં અને આ લિસ્ટ કયા આધારે બનવામાં આવ્યું છે.. આ લોકોની સલામતી અને સરનામાં શોધવા રિમાન્ડની માંગ કરી હતી.. આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ TFI માંથી 6 થી7 વ્યક્તિઓને રાજીનામા આપ્યા હતા આ વ્યક્તિઓ કોણ છે અને શા માટે રાજીનામા આપ્યા હતા તેની તપાસ જરૂરી છે તેમજ કમર ગની ના મોબાઈલ ના CDR નો અભ્યાસ કરતા ગુજરાત ના 48 ઈસમો તેના સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું. ત્યારે 7 ફેબ્રુઆરીના રોજ આ ઈસમો કોણ છે સહિતની તપાસ કરવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવાની દલીલ સરકારી વકીલ દ્વારા નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા રિમાન્ડ ના મુદ્દાનો પુનરાવર્તન થતું હોવાના કારણે 14 દિવસના રિમાન્ડ ના આપી શકાય તેવી દલીલ કરતા નામદાર કોર્ટ કમરગની ઉસ્માની ના 16 ફેબ્રુઆરી બપોર 3 વાગ્યા સુધીના દિવસ 9 ના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેથી આજે મૌલાના કમરગી ઉસ્માનીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને
ADVERTISEMENT
આસિફ સમાં નામના વ્યક્તિએ મૌલવીના કહેવાથી હથિયાર આપ્યા
ઘટનાની તપાસના તાર દિલ્હી સુધી પહોંચ્યા હતા દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી હતી. મૌલાનાએ કમર ગનીએ ગુજરાતના અનેક શહેરોની મુલાકાત લીધી હતી. આરોપી શબ્બિર ચોપડા, ઇમ્તિયાઝની ધરપકડ બાદ તેમણે મૌલાનાના નામ કબૂલયા હતા. હત્યા કરવાની દૂષપ્રેરણા અને હથિયાર પણ જમાલપુરના મૌલવી એયુબે આપ્યા હતા. આ મૌલાના અયુબ રાજકોટના આસિફ સમાં નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતા અને ત્યાંથી હથિયાર લાવી શબ્બિરને આપ્યા હતા. આમ કટ્ટરવાદનો સમર્થક મૌલવી કમરગનીએ હત્યાના ઈરાદા કરતાં આરોપીનો સંપર્ક જમાલપૂરના મૌલવી સાથે કરાવ્યો હતો.
ઘટનામાં 9 શખ્સની કરાઈ હતી ધરપકડ
આ કેસની તપાસમાં શબ્બીર ચોપડા, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા, અજીમ સમાને હથિયાર આપનાર રમીઝ સેતા, મહંમદહુસેન કાસમ ચૌહાણ, મતીન ઊસમાનભાઈ મોદન મળીને કુલ 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે 1 મહિના પહેલા મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો. બાદમાં કિશને મૂકેલી વિવાદિત પોસ્ટને કારણે આ હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.