Kisan unions to meet delhi police shorty to dicuss tractor rally
ખેડૂત આદોલન /
પોલીસે ટ્રેકટર રેલી માટે એવું કર્યુ કે નારાજ થયા ખેડૂતો, કહ્યું આવી કેવી મંજૂરી
Team VTV10:45 AM, 25 Jan 21
| Updated: 11:09 AM, 25 Jan 21
સ્વતંત્ર દિવસના અવસર પર ખેડૂતોને ટ્રેકટર રેલી નિકાળવાની મંજૂરી મળી ગઇ છે. આ પરેડ કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો ભાગ છે.
દિલ્હી પોલીસ દ્વારા મળેલી શરતોને આધીન મંજૂરી આપવામાં આવી, પરંતુ ખેડૂત સંગઠન જો કે પોલીસના આ રુટથી નારાજ છે. આમ ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેકટર રેલી નિકાળવાની મંજૂરી આપવામાં આવી છે.
All we're saying is that we don't want to go there, we just want to go to Ring Road. We'll have a meeting with Police at 10 am today over this. It will then be decided where will we finally go. After the meeting, we'll decide the time & route of the rally: Sukhwinder Singh Sabhra https://t.co/sGWOa1afMp
ખેડૂત મજદૂર સંઘર્ષ સમિતિના સુખવિંદર સિંહ સભરાએ કહ્યું કે જે રીતે અમને ટ્રેકટર રેલીની મંજૂરી આપવામાં આવી છે, તે સાચી નથી. અમે જૂના રિંગ રોડથી જવા ઇચ્છતા હતા, પરંતુ અમને શરતોની સાથે કેટલાંક ભાગમાં જવાની મંજૂરી આપી છે, જે હરિયાણાની અંદર આવે છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ગત દિવસોમાં સ્વતંત્ર દિવસના અવસર પર ખેડૂતોને ટ્રેકટર રેલી નિકાળવાની મંજૂરી આપી છે. જો કે ખેડૂતોનો પ્રવેશ, એક્ઝિટ અને ક્યાં સુધી ટ્રેકટર લઇ જઇ શકે છે તેનો રુટ પહેલાથી જ નક્કી કરી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસે ખેડૂતોને કુલ ત્રણ રુટની મંજૂરી આપી છે...
સિંધુ બોર્ડરથી કેએમપી એક્સપ્રેસવે
ટિકરી બોર્ડરથી વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે
ગાજીપુર સરહદથી કરનાર જીટી એક્સપ્રેસવે
આ પહેલા ખેડૂત સંગઠનો દ્વારા મંજૂરી માગવામાં આવી હતી કે તેઓ રિંગ રોડ પર પોતાની ટ્રેકટર રેલી નિકાળવા ઇચ્છે છે, આ સાથે જ લાલકિલ્લા સુધી જવા ઇચ્છે છે. જો કે, તમામ બેઠકો પછી પણ દિલ્હી પોલીસ તરફથી તેઓને આ અંગે મંજૂરી મળી નહોતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી હજારોની સંખ્યામાં ટ્રેકટર દેશના અલગ-અલગ ભાગથી ખેડૂત આંદોલનમાં જોડાઇ રહ્યાં છે. દિલ્હીની નજીક સરહદો પર જ્યાં પણ ખેડૂતો ભેગા થયા છે, ત્યાં ટ્રેકટરોનો જમાવડો થઇ રહ્યો છે.
3 જગ્યાએથી રેલી યોજવાની અપાઇ મંજૂરી
ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નનરે કહ્યું આજે ખેડૂતો સાથે સારો સંવાદ થઇ શક્યો હતો. દિલ્હીમાં 3 જગ્યાએથી રેલી યોજવાની મંજૂરી આપી હતી. આ ત્રણ બોર્ડર પર બેરિકેડ હટાવી દેવામાં આવશે અને કેટલીક શરતો સાથે રેલી યોજવાની મંજૂરી આપવામાં આવશે.
દિલ્હીમાં આતંકી હુમલાના મળ્યા ઇનપુટ
26 જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો કરવાની તૈયારીઓમાં હોવાની માહિતી મળતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દેશના અનેક ઉગ્રવાદી સંગઠનોએ આતંકીઓ સાતે હાથ મિલાવી લીધો છે. ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને દિલ્હી હાઈ એલર્ટ પર છે.
આંદોલન માટે 365 દિવસ છે પરંતુ 26 જાન્યુઆરીએ ખેડૂતો ન યોજો રેલી
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ દેશનો તહેવાર છે, આખી દુનિયા તેના પર મીટ માંડીને બેઠી છે. 26 જાન્યુઆરીના આંદોલન સંદર્ભે ખેડુતોએ તેમની મનશા ત્યજી દેવી જોઇએ. તેમની પાસે આંદોલન માટે 365 દિવસ છે, તેઓ આ સિવાય બીજા કોઈ દિવસે આંદોલન કરે તો સારું રહેશે. આશા છે કે પ્રજાસત્તાક દિનનો ખેડુતો ગૌરવ જાળવશે.
ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની કરી વાત
સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે, સરકાર ખેડૂત સંગઠનોનું સન્માન કરે છે. મને દુ:ખ છે કે ખેડૂત સંગઠનો ફક્ત કાયદાને નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ કાયદાના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરતા નથી. આથી જ કોઈ ચર્ચાનું ફળ નથી મળતું.