બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / kiren rijiju promises to fulfill last wish of milkha singh

નિધન / અંતિમ સમય સુધી મિલ્ખા સિંઘની આ ઈચ્છા કોઈ પૂરી ન કરી શક્યું, હવે કેન્દ્રીય મંત્રીએ લીધા સોગંધ

Published By: Bhushita

Last Updated: 08:38 AM, 19 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાન દોડવીર મિલ્ખા સિંઘનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. તેમની આખરી ઈચ્છા અધૂરી રહી છે જેને હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પૂરી કરવાના સોગંધ લીધા છે.

અંતિમ સમય સુધી મિલ્ખા સિંઘની આ ઈચ્છા રહી અધૂરી
કોઈ ભારતીય મિલ્ખા સિંઘની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ કરશે તેમની છેલ્લી ઈચ્છા પૂરી

મહાન દોડવીર મિલ્ખા સિંઘનું શુક્રવારે મોડી રાતે નિધન થયું છે. પીએમ મોદી સહિત ખેલ, રાજનીતી અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓએ શ્રદ્ધાંજલિ આપી છે. ભારતીય સેનામાં ભર્તી થયા બાદ દોડવીરના રૂપમાં પોતાની ઓળખ બનાવનારા મિલ્ખા સિંઘની એક ઈચ્છા અધૂરી રહી. તે દુનિયાથી વિદાય લઈ ચૂક્યા છે પરંતુ કોઈ પણ ભારતીય તેમની ઈચ્છા પૂરી કરી શક્યો નથી. હવે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ તેને પૂરી કરવાના સોગંધ લીધા છે. 

મિલ્ખા સિંઘે 80 આંતરરાષ્ટ્રિય દોડમાંથી 77 જીતી છે પરંતુ રોમ ઓલમ્પિકનો મેડલ હાથથી છીનવાયો હોવાનો અફસોસ જીવન ભર રહ્યો હતો. તેમની આખરી ઈચ્છા હતી કે તેમના રહેતા કોઈ પણ ભારતીય ખેલાડીના હાથમાં આ ઓલમ્પિક મેડલ જુઓ. પરંતુ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગઈ. જો કે મિલ્ખા સિંઘની દરેક ઉપલબ્ધિ ઈતિહાસમાં નોંઘાયેલી રહેશે અને તેઓ પ્રેરણાસ્ત્રોત રહેશે.  

ખેલમંત્રીએ કહી આ વાત, કહ્યું તમારી અંતિમ ઈચ્છા પૂરી કરીશું
કિરણ રિજિજૂએ ટ્વિટર પર મિલ્ખા સિંહનો એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે વાયદો કરીએ છીએ કે તેઓ મિલ્ખા સિંઘની અંતિમ ઈચ્છા પૂરી કરશે. વીડિયોમાં મિલ્ખા સિંઘે કહ્યું કે તેમની અંતિમ ઇચ્છા હતી કે જેમ તેઓએ એથટિક્સમાં દેશના માટે ગોલ્ડ જીત્યો છે જેમકે કોઈ દેશના યુવાનો દેશના માટે રોમ ઓલમ્પિકમાં ગોલ્ડ જીત્યા અને ભારતનો ઝંડો લહેરાવ્યો. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને ભારતીય ફૂટબોલ ટીમે પણ મિલ્ખા સિંઘના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ. બંગાળના રાજ્યપાલે લખ્યું છે કે તેમને હંમેશા યાદ કરાશે. તેમનું જીવન અનેક પેઢીઓને પ્રેરણા આપશે.  

કરિયરમાં મળ્યા આ મોટા એવોર્ડ
1958માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
2001માં ભારત સરકાર દ્વારા અર્જુન પુરસ્કાર આપવાની રજૂઆત કરાઈ જેને મિલ્ખા સિંઘે નકારી હતી. 
 

દોડવીરના રૂપમાં બનાવી કરિઅર

1956: મેલબોર્નમાં યોજાયેલી ઓલમ્પિક રમતોમાં 200 અને 400 મીટર રેસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
 1958: કટકમાં આયોજિત રાષ્ટ્રીય રમતોમાં તેમને 200 અને 400 મીટરમાં રાષ્ટ્રીય કીર્તિમાન બનાવ્યો. એશિયન રમતોમાં પણ આ બંને પ્રતિયોગિતામાં સ્વર્ણ પદક મેળવ્યો. 1958માં એશિયાઈ રમતોમાં સફળતા મેળવ્યા બાદ મિલ્ખાને જૂનિયર કમીશંડ ઓફિસરના આધારે પદોન્નતિ આપીને સમ્માનિત કરાયા હતા. પંજાબ સરકારે તેમને રાજ્યાના શિક્ષા વિભાગમાં ખેલ નિર્દેશકના પદે નિયુક્ત કર્યા, આ પદ પર તેઓ 1998 સુધી રહ્યા બાદ સેવા નિવૃત્ત થયા હતા.  

સંકળાયેલા મુદ્દાઓ

Kiren Rijiju Last wish Milkha Singh passed away promises ઈચ્છા એવોર્ડ કિરણ રિજિજૂ દોડવીર નિધન મિલ્ખા સિંઘ milkha singh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ