બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Kinship before engagement What does Rajkot's case teach live-in couples

મહામંથન / સગાઈ પહેલાનું સગપણ: રાજકોટનો કિસ્સો લીવ ઇનમાં રહેતા કપલને શું શીખવે છે?

Dinesh

Last Updated: 10:14 PM, 21 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: રાજકોટમાં મહિલા લીવ ઈન પાર્ટનરની તેના જ પુરૂષ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી. હત્યા પાછળ અગાઉના કંકાસ કારણભૂત હતા એવુ હાલ તો પ્રાથમિક તપાસમાં કહેવામાં આવ્યું છે

લીવ ઈન રિલેશનશીપ. આ શબ્દ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે રાજકોટના એક બનાવથી. રાજકોટમાં મહિલા લીવ ઈન પાર્ટનરની તેના જ પુરૂષ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવી. હત્યા પાછળ અગાઉના કંકાસ કારણભૂત હતા એવુ હાલ તો પ્રાથમિક તપાસમાં કહેવામાં આવ્યું છે પણ ફરી એકવાર નામ વગરના સગપણ સામે સવાલ ઉભા થયા છે. રાજકોટના આ કપલ છ મહિનાથી મૈત્રીકરારથી રહેતા હતા. જે મહિલાની હત્યા થઈ તેને પહેલા લગ્નથી એક સંતાન છે. ભારતીય સમાજ હજુ પણ લીવ ઈન રિલેશનશીપ પ્રત્યે સંપૂર્ણ સકારાત્મક તો નથી જ અને કદાચ તેનું કારણ પણ એ જ છે કે આપણી સામે જે લીવ ઈન રિલેશનના ચર્ચિત કિસ્સા આવે છે તેમાં કોઈપણ પ્રેમી યુગલે પોતાના સંબંધને સારા પરિણામ સુધી પહોંચાડ્યો હોય તેવું બન્યું નથી. સરળ ભાષામાં કહીએ તો વયસ્ક સ્ત્રી અને પુરૂષ લગ્ન વગર લાંબા સમય સુધી એક જ છત નીચે સાથે રહે તો તેને લીવ ઈન રિલેશન કહેવાય. ભારતીય કાયદાની વાત કરીએ તો કાયદાની દ્રષ્ટિએ લીવ ઈન રિલેશન ગેરકાયદે પણ નથી અને ગુનો પણ નથી, કાયદામાં લીવ ઈન રિલેશન વ્યાખ્યાયિત નથી કરવામાં આવ્યું પણ સુપ્રીમકોર્ટના ભૂતકાળના ચુકાદાઓ ટાંકીને એટલુ કહી શકાય કે સુપ્રીમકોર્ટ લીવ ઈન રિલેશનમાં કશું ખોટું નથી જોતી. હવે સવાલ સમાજના દ્રષ્ટિકોણ અને વ્યક્તિગત સમજણ ઉપર આવીને ઉભો રહે છે અને રાજકોટ જેવી ઘટના એવા કપલ માટે બોધપાઠ આપી જાય છે જેને લીવ ઈન રિલેશનમાં પીડા મળે છે. 

લીવ ઈન રિલેશનનો કરૂણ અંજામ
રાજકોટમાં લીવ ઈન પાર્ટનરની હત્યા કરાઈ છે. લીવ ઈન રિલેશનશીપ સામે સવાલ ઉભા થયા છે. સગપણ પહેલા સંબંધ બાંધવો, સરવાળે પીડા કેટલી? લીવ ઈન રિલેશનશીપનો નિર્ણય અવિચારી કેમ સાબિત થાય છે? જિંદગી બરબાદ કરતો સંબંધ શું કામનો? પીડાદાયક સંબંધ અંગે ફેરવિચારણા જરૂરી છે. લીવ ઈન કપલ માટે રાજકોટની ઘટના પદાર્થપાઠ જેવી છે. 

રાજકોટમાં શું બન્યું હતું?
રાજકોટના રૈયારોડના RMC ક્વાટરમાં બનાવ બન્યો છે. ઈલા સોલંકી અને સંજયભારથી ગોસાઈ મૈત્રીકરારથી સાથે રહેતા હતા. બંને વચ્ચે છ મહિનાથી સંબંધ હતો. ઈલાને પહેલા લગ્નથી સંતાન હતું. સંજયભારથી એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. બંને વચ્ચે નજીવી બાબતે ઝઘડા વધી ગયા હતા. તાજેતરમાં વાસણ ઘસવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો તેમજ આવેશમાં આવીને સંજયે તેની લીવ ઈન પાર્ટનરની હત્યા કરી છે. હત્યા કર્યા બાદ આરોપી ઈલાના દિકરાને ટ્યુશનેથી લેવા પણ ગયો તેમજ મૃતક ઈલાના દિકરાને આરોપી તેના નાનાના ઘરે મુકી આવ્યો હતો.  ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી નોકરીએ પણ જતો રહ્યો. પોલીસ તપાસમાં પોલીસને સંજય ઉપર જ શંકા ગઈ હતી. પોલીસે વધુ તપાસ કરતા આરોપીએ ગુનો કબૂલી લીધો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. 

લીવ ઈન રિલેશન શું છે?
વયસ્ક સ્ત્રી-પુરૂષ વગર લગ્ને લાંબા સમય સુધી એક છત નીચે સાથે રહે

લીવ ઈન રિલેશનનું ચલણ કેમ વધ્યું?
કેટલાક પ્રેમી યુગલ એ નક્કી કરે છે કે તેઓ આજીવન સાથે રહી શકશે કે નહીં
કેટલાક યુગલને પારંપરિક લગ્નપ્રથામાં વિશ્વાસ નથી

શ્રદ્ધા વાકર મર્ડર કેસ શું હતો?
આફતાબ પૂનાવાલા અને શ્રદ્ધા વાકર બંને મુંબઈના વતની હતા. 2019માં આફતાબ એક ડેટિંગ એપના માધ્યમથી શ્રદ્ધાના સંપર્કમાં આવ્યો. શ્રદ્ધાના મા-બાપને બંનેના સંબંધ સામે વાંધો હતો. 
આફતાબ અને શ્રદ્ધા ભાડાના મકાનમાં લીવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા હતાં. આફતાબ શ્રદ્ધાને તેની પત્ની તરીકે જ ઓળખાવતો હતો. સમય જતા આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડા વધવા લાગ્યા તેમજ બગડતા સંબંધને સુધારવા બંને ટૂંકા પ્રવાસ ઉપર ગયા છે. પ્રવાસ દરમિયાન બંનેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ. આફતાબ અને શ્રદ્ધાને એ વ્યક્તિએ દિલ્લી આવવાનું આમંત્રણ આપ્યું છે. મે 2022માં આફતાબ અને શ્રદ્ધા દિલ્લી જતા રહ્યા. 18મે 2022ના દિવસે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હતી. શ્રદ્ધાના મૃત્યુ પછી પણ આફતાબે તેને જીવતી બતાવી હતી. શ્રદ્ધાના ઈ-વોલેટ મારફતે આફતાબે ફ્રીઝ ખરીદ્યું. આફતાબે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેનો ફોન, કાર્ડ અને બીજા દસ્તાવેજ ફેંકી દીધા હતાં. શ્રદ્ધાની હત્યા કર્યા પછી શ્રદ્ધાના શરીરના નિર્દયતાથી ટુકડા કર્યા. હાલ આરોપી આફતાબ તિહાડ જેલમા બંધ છે.

વાંચવા જેવું: વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ, જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવું

કાયદો શું કહે છે?
લીવ ઈન રિલેશનશીપને લઈને ભારતમાં ચોક્કસ કાયદો નથી. 1978માં લીવ ઈન રિલેશનશીપનો મુદ્દો ભારતમાં ચર્ચામાં આવ્યો તેમજ બદ્રીપ્રસાદ વિરુદ્ધ ડિરેક્ટર ઓફ કન્સોલિડેશનના કેસમાં સુપ્રીમકોર્ટે લીવ ઈન માન્ય રાખ્યું. સુપ્રીમકોર્ટે માન્યું કે વયસ્કો વચ્ચે લીવ ઈન રિલેશન કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી. લીવ ઈન રિલેશનના કાયદાકીય મૂળ બંધારણના અનુચ્છેદ 21માં છે. લીવ ઈન રિલેશનમાં રહેવાની સ્વતંત્રતા અનુચ્છેદ 21થી અલગ ન થઈ શકે. કાયદા મુજબ લીવ ઈન રિલેશન ગેરકાયદે નથી અને ગુનો પણ નથી. લીવ ઈન પાર્ટનરને પણ ઘરેલુ હિંસા કાયદા હેઠળ રક્ષણ મળે છે. CRPCની કલમ 125 હેઠળ લીવ ઈન રિલેશન અંતર્ગત ભરણપોષણનો પણ અધિકાર છે. પુરૂષ પાર્ટનરનું મૃત્યુ થાય તો મહિલા પાર્ટનરને પૈતૃક સંપતિમાં અધિકાર છે. લીવ ઈન રિલેશનથી જો સંતાન થાય તો તે અનૌરસ નહીં કહેવાય

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ