બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:59 AM, 18 November 2019
ADVERTISEMENT
ઉઘાડા પગે આવતાં બાળકોને પગ હંમેશા ઈજાગ્રસ્ત થતા
ગરીબ મજુરોનાં બાળકો મોટાભાગે ખુલ્લાં પગે ચાલતા આવે છે. કંકડ પત્થર અને કાંટા પગમાં વાગતા હોવાથી તેઓ ઘણીવાર ઈજાગ્રસ્ત થતાં હોય છે. જેને લીધે તેઓ ઘણીવાર સ્કૂલમાં રજા પાડી દેતાં હોય છે. હવે આ પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે. તેમજ આ બદલાવ પણ બાળકો દ્વારા લાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઔરંગાબાદની આ સ્કુલનાં બાળકોએ કરી આ પહેલ
મહારાષ્ટ્રનાં ઔરંગાબાદ જિલ્લાનાં લગભગ 120 કિમી દુર બરખેડી ખુર્દ ગામનાં જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કુલમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. અહીંનાં બાળકો ફાટેલાં, તુટેલા ચંપલોને રુમનાં એક ખૂણામાં ભેગી કરે છે. એ બાદ અઠવાડિયામાં એક દિવસ એક સત્રમાં એવા ચંપલોની સાંધે છે જેને ફરીથી પહેરી શકાય. આ બાદ કોઈ સહપાટીને તે ચંપલની જરુર હોય તો ચંપલ ગીફ્ટ કરે છે. જેથી આર્થિક તંગીને લીધે ચંપલ ન ખરીદી શકનાર પરિવારને મદદ મળી રહે.
ADVERTISEMENT
પહેલા આ સ્થિતિ હતી
સ્કુલનાં પ્રાધ્યાપક જીઆર તેલી કહે છે કે આજે અમારી સ્કૂલમાં તમામ બાળકોનાં પગમાં ચંપલ હોવાનાં કારણે દરેકમાં આત્મવિશ્વાસ છલકાય છે. એજ કારણો તમામ બાળકો સ્કુલમાં નિયમિત આવે છે, પરંતુ એક વર્ષ પહેલા આવું નહોતું.
ADVERTISEMENT
આ સમસ્યાને કારણે બાળકો સ્કુલમાં રજા પાડતા હતાં
તેઓ વધુમાં જણાવે છે કે, એક સમયે અમારી સ્કુલનાં બાળકોનાં પગમાં ચંપલ નહોતાં. સ્કુલમાં આવતાં બાળકોને કાંકરા, કાંટા અને કાંચ વાગતાં તેઓ ઈજાગ્રસ્ત થતાં હતાં. આ સમસ્યાને કારણે બાળકો સ્કુલમાં રજા પાડી દેતાં હતાં તેમજ તેઓ સ્કુલ છોડી દેતાં હતાં. એ બાદ અમે મૂલ્યોનું શિક્ષણ શરુ કરતાં હવે બાળકો તેમની તમામ સમસ્યાનું સમાધાન શોધી લેતાં થયાં છે.
ADVERTISEMENT
આવી રીતે શરુઆત થઈ
આ વિશે વાત કરતા પીબી કોલી જણાવે છે કે આ વર્ષ 2018ના નવેમ્બર અથવા ઓક્ટોબરની વાત છે. ચોથા ધોરણની એક બાળકી ઉઘાડા પગે સ્કુલ આવતી જતી હતી. એક દિવસ સ્કૂલ આવતા સમયે તેને પગમાં કાટા વાગી ગયા. તેના સહપાઠીઓએ તેના પગમાંથી કાંટો કાઢ્યો. તેનાં બીજા દિવસે તેઓએ જૂનાં ચંપલોને સાંધીને ચંપલ તૈયાર કર્યા અને તે ચંપલ તે બાળકીને આપ્યાં. બાળકી ભાવુક થઈ ગઈ હતી અને એ બાદ બાળકી રોજ સ્કુલે આવવા લાગી.
ADVERTISEMENT
બાળકોએ આ સંકલ્પ કર્યો
આ ઘટનાં બાદ બાળકોનાં મનમાં આ ઘટનાં ઘર કરી ગઈ અને તે બાળકોએ નક્કી કરી લીધું કે તેમનાં મિત્રો ક્યારેય ઉઘાડા પગે નહીં આવે. આ સ્કુલમાં મજુરી કામ કરતાં પરિવારનાં 12 જેટલા બાળકો છે. આ બાદ બાળકોએ તેમનાં ઘરમાંથી તુટેલા ચંપલો તથા જુના જીન્સનાં પતલા પટ્ટા ભેગા કરી તેમાંથી ચંપલ બનાવવાનુ શરું કરી દીધું. બાળકોનાં આ કામમાં સ્કુલના શિક્ષકો પણ જોડાયા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ભલે આજે ઉત્તરાયણ છે, પરંતુ ગુજરાતના આ નગરમાં પતંગ નહીં ચગે, ઉજવાશે આ દિવસે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.