ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Health / Kids are fast typing on smartphones

સંશોધન / સ્માર્ટફોન પર બાળકો ફાસ્ટ ટાઇપિંગ કરે છે

Published By: Krupa

Last Updated: 10:16 PM, 18 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

37 હજાર યુઝર્સ પર કરાયેલા એક અભ્યાસ મુજબ મોબાઇલ અને ફિઝિકલ કીબોર્ડ્સની વચ્ચે ટાઇપિંગ સ્પીડમાં અંતર ધીમે ધીમે ઘટી રહ્યુ છે. 10 થી 19 વર્ષના બાળકો પોતાના માતા-પિતાની તુલનામાં લગભગ 10 શબ્દ પ્રતિ મિનિટ ઝડપથી ટાઇપ કરી લે છે.

ADVERTISEMENT

એવા યુઝર્સ જે પોતાના સ્માર્ટફોનને ટાઇપરાઇટર બનાવવા ઇચ્છે છે તેના માટે એક સારા સમાચાર છે. બાળકોની ટાઇપિંગ સ્પીડ મોબાઇલ હેન્ડસેટ પર હવે ફિઝિકલ કીબોર્ડ જેટલી જ થઇ રહી છે. 37 હજાર યુઝર્સ પર કરાયેલા એક અભ્યાસ મુજબ મોબાઇલ અને ફિઝિકલ કીબોર્ડ્સની વચ્ચે ટાઇપિંગ સ્પીડમાં અંતર ધીમે ધીમે ઘટી રહ્યુ છે. 10 થી 19 વર્ષના બાળકો પોતાના માતા-પિતાની તુલનામાં લગભગ 10 શબ્દ પ્રતિ મિનિટ ઝડપથી ટાઇપ કરી લે છે.

ફિનલેન્ડની ઓલ્ટો યુનિવર્સીટી, બ્રિટેનની કેમ્બ્રિજ યુનિવર્સીટી અને ઇટીએચ જ્યુરિખના સંશોધકોએ ફોન અને કોમ્પ્યુટર પર હજારો યુઝર્સની ટાઇપિંગ સ્પીડનું વિશ્લેષણ કર્યુ. ઇટીએચ જ્યુરિખના સંશોધક અને સહ-લેખક ફીટે ક્હ્યુ કે અમે એ જોઇને આશ્વર્યચક્તિ હતા યુઝર્સ કેવી રીતે બે અંગુઠાની મદદથી એક મિનિટમાં સરેરાશ 38 શબ્દ લખી લે છે. આ સંખ્યા ફિઝિકલ કીબોર્ડ્સ પર ટાઇપિંગ સ્પીડથી માત્ર 25 ટકા ધીમી હતી.

સંશોધકોએ કહ્યુ કે કેટલાક યુઝર્સ ફિઝિકલ કીબોર્ડ પર 100 શબ્દ પ્રતિ મિનિટ લખી લે છે. સંશોધકોનું અનુમાન હતુ કે જેમ જેમ લોકો ફિઝિકલ કીબોર્ડ સાથે ઓછા કુશળ થતા જશે તેમ તેમ કીબોર્ડ માટે સ્માર્ટ રીતો આવશે અને નવા નવા સુધારા પણ થશે. આમ થવાથી થોડા સમય બાદ આ અંતર સાવ ઘટી જશે અથવા તો ખતમ જ થઇ જશે.

શા માટે વધી છે બાળકોની સ્પીડ?

અભ્યાસ દરમિયાન સંશોધકોને એ પણ જાણવા મળ્યુ કે ઘણા યુઝર્સ ટચ સ્ક્રીન પર 85 શબ્દ પ્રતિ મિનિટ લખી શકતા હતા. તેનું કારણ જણાવતા સંશોધકોએ કહ્યુ કે યુઝર્સ સ્માર્ટફોન દ્વારા પોતાના મિત્રો સાથે ચેટિંગમાં વ્યસ્ત રહેતા હોય છે. આ એક મુખ્ય કારણ છે. સતત ટાઇપ કરવાના કારણે પણ તેમની સ્પીડ અનેક ગણી વધી ચુકી છે. માતા પિતા હવે એટલું ચેટિંગ કરતા નથી હોતા અને એમ પણ બાળકો કોઇ પણ નવી વસ્તુ શીખી લેવામાં અવ્વલ હોવાથી તેમની ટાઇપિંગ સ્પીડ મોબાઇલ પર વધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Technology Typing child lifestyle બાળક સ્માર્ટફોન Research

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ