બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ખ્યાતિ હોસ્પિટલનો કોરોનાકાળમાં પણ મોટો કાંડ! હોસ્પિટલ ભાડે રાખી રળ્યો કરોડો રૂપિયાનો નફો

કાર્યવાહી / ખ્યાતિ હોસ્પિટલનો કોરોનાકાળમાં પણ મોટો કાંડ! હોસ્પિટલ ભાડે રાખી રળ્યો કરોડો રૂપિયાનો નફો

Last Updated: 11:03 PM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખ્યાતિ હોસ્પિટલે કોરોનામાં કરોડો રૂપિયા રળ્યા હોવાનું એક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ ઘટનામાં હોસ્પિટલના કર્તાધર્તાઓએ કરોડો રૂપિયાનો નફો મેળવ્યો છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મુદ્દે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં ક્રાઇમબ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હતો. જેમાં હોસ્પિટલે કોરોના સમયમાં કરોડો રૂપિયાનો નફો મેળવ્યો હોવાનું ખુલ્યું છે. આ ઘટનામાં કાર્તિક પટેલ, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત અને પ્રદીપ કોઠારીએ કરોડોનો નફો રળ્યો હતો. 2020ના વર્ષમાં દરેકના ભાગે દોઢ કરોડ નફો આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મહિનાના 16 લાખના ભાડે કોરોના સમયમાં હોસ્પિટલ રાખી હતી. જેમાં 2021માં હોસ્પિટલમાં પ્રદીપ કોઠારીએ રાજીનામુ આપીને પત્ની રાજશ્રીને ડાયરેક્ટર બનાવી હતી. ત્યારે આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા વિવિધ વિગતો સામે આવી છે. ત્યારે પોલીસ કોરોનામાં કોઈ કાંડ કર્યું છે કે નહીં તે મુદ્દે પણ તપાસ આદરી છે.

વધુ વાંચો : પતિની પ્રેમિકા કે રોમેન્ટિક પાર્ટનરને આરોપી ન બનાવી શકાય- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ઉપરાંત ખ્યાતિ હોસ્પિટલ કાંડથી ડાયરેક્ટર રાજશ્રીએ પોલીસથી બચવા 100થી વધુ સીમકાર્ડ બદલ્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે જુદા-જુદા કોલના લોકેશનના આધારે આરોપીને ઝડપ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crime Branch Khyati Hospital Case Update Khyati Hospital
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ