બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પતિની પ્રેમિકા કે રોમેન્ટિક પાર્ટનરને આરોપી ન બનાવી શકાય- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

ન્યાયિક / પતિની પ્રેમિકા કે રોમેન્ટિક પાર્ટનરને આરોપી ન બનાવી શકાય- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

Last Updated: 02:58 PM, 14 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદમાં એવું કહ્યું કે પતિની ગર્લફ્રેન્ડ કે રોમેન્ટિક પાર્ટનરને આરોપી ન બનાવી શકાય.

સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A હેઠળ ક્રૂરતાનો ફોજદારી કેસ એવી મહિલા વિરુદ્ધ દાખલ કરી શકાતો નથી કે જેની સાથે તેના પતિના લગ્નેતર સંબંધ હતા. આવી સ્ત્રી IPC કલમ 498A હેઠળ “સંબંધી” શબ્દના દાયરામાં આવતી નથી. આવો ચુકાદો આપતાં જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્વનાથનની ડિવિઝન બેન્ચે એક મહિલા સામેના ફોજદારી કેસને રદ કર્યો હતો, જેને તે ફરિયાદી (પત્ની) પતિની રોમેન્ટિક પાર્ટનર હોવાના આરોપમાં આરોપી બનાવાઈ હતી.

સુપ્રીમ કોર્ટે પ્રેમિકા કે રોમેન્ટિક પાર્ટનરને કેમ આપી છૂટ?

ખંડપીઠે એવું કહ્યું કે એક ગર્લફ્રેન્ડ અથવા તો એવી સ્ત્રી કે જેની સાથે કોઈ પુરુષ લગ્નની બહાર રોમેન્ટિક અથવા જાતીય સંબંધો ધરાવે છે તેને સંબંધી ગણી શકાય નહીં અને તેને આરોપી ન બનાવી શકાય. અપીલ કરનાર-મહિલાએ પત્નીને કોઈ હેરાનગતિ કરી હોય તેવું સાબિત કરવા માટે પુરાવા નથી.

પત્નીએ પતિના સ્ત્રી મિત્રને આરોપી બનાવવા કરી હતી અરજી

આ કેસમાં પત્નીએ પતિના સ્ત્રી મિત્રને આરોપી બનાવવા અરજી કરી હતી, પત્ની ઈચ્છતી હતી કે ક્રૂરતામાં કેસમાં પતિની પ્રેમિકા સામે પણ કેસ ચલાવવામા આવે પરંતુ સુપ્રીમ કોર્ટે આવી મહિલાને પતિન સંબંધી ગણવાનો ઈન્કાર કરી દીધો અને સ્ત્રી મિત્રને આરોપી બનાવવાની અરજી નકારી કાઢી.

શું હતો કેસ

હકીકતમાં પત્નીએ પતિ સામે ક્રૂરતાનો કેસ દાખલ કર્યો હતો. પત્નીની દલીલ હતી કે તેના પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી તે તેને નથી રાખતો તેથી પરસ્ત્રીને પણ આરોપી બનાવવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Supreme court Supreme Court Verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ