બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Khorasa village of Junagadh is deprived of development and also lacks basic facilities

વિકાસથી વંચિત / 7 હજાર જેટલી વસ્તી ધરાવતા ગુજરાતના આ ગામની હાલત તો જુઓ, બાળકો અભ્યાસ કરવા જતાં પણ ડરે છે

Vishnu

Last Updated: 11:55 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 વર્ષમાં સરપંચે કોઈ વિકાસ ન કર્યાના આક્ષેપ, ભાવિ ખંડેર બિલ્ડિંગમાં મોતની છત નીચે ભણે છે, નવા સરપંચ પાસે વિકાસના કામોની આશા

  • વિકાસથી વંચિત ખોરાસા ગામ
  • પાણી સહિતની પાયાની સુવિધાનો અભાવ
  • હાઈસ્કૂલ ખંડેર અવસ્થામાં 

વાતો વિકાસની પરંતુ આજે પણ ગુજરાતમાં એવા અનેક ગામડાઓ છે જે વિકાસ માટે ઝંખી રહ્યા છે.. આવા જ એક ગામ વિશે આજે વાત કરવી છે.. જે જૂનાગઢ જિલ્લામાં આવ્યું છે.. અને ત્યાં ગામના લોકોની સમસ્યાઓ અપાર છે.. 

પ્રાથમિક સુવિધાઓથી ગામ વંચિત
આ છે જૂનાગઢનું ખોરાસા ગામ.આ ગામમાં 7 હજાર જેટલી વસ્તી છે.. અને આ ગામના લોકોને નેતાઓ અને સરપંચો માત્ર હાથતાળી આપતા હોય તેવું લાગે છે.. કારણ કે, અહીં પ્રાથમિક સુવિધાઓથી જ ગામના લોકો વંચિત છે.. પાંચ વર્ષ પહેલા સરપંચ દ્વારા વાસ્મો યોજના લાવવામાં આવી હતી.પરંતુ આ યોજનાનો આજ સુધીમાં ગામના લોકોને લાભ મળ્યો નથી.. જે પાણી 5 થી 6 દિવસે આવતું હતું. તે હવે 9 થી 10 દિવસે આવે છે. સરકારની ગ્રાન્ટો સિવાય પણ ગામના લોકો પાસેથી પૈસા ઉઘરાવાયા.છતાં એકપણ સુવિધા નથી મળી.. તેમાં પણ રસ્તાઓની હાલત બિસ્માર છે.. જે આ દ્રશ્યોમાં તમે ખુદ જોઈ શકો છો.જ્યાં આટલી સમસ્યાઓ હોય ત્યાં લોકોમાં રોષ પણ હોવાનો.અમે આ ગામના લોકો સાથે વાત કરી તો તેમણે શું કહ્યું જરા તે પણ સાંભળો.

બાળકો અભ્યાસ કરવા જતાં પણ ડરે છે
મહત્વની વાત તો એ છે કે, ખોરાસા ગામમાં એક સમયે જિલ્લાની સૌથી સારી કહી શકાય તેવી જવાહર હાઈસ્કૂલ હતી.જે આજે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.હાઈસ્કૂલમાં બાળકો અભ્યાસ કરવા જતાં પણ ડરે છે.તેમ છતાં મજબૂરીમાં તેઓને જીવના જોખમે અભ્યાસ કરવા જવું પડે છે. એક સમયે આ હાઈસ્કૂલમાં 30 જેટલા શિક્ષકો હતા.આજે તેની સામે માત્ર 3 થી 4 શિક્ષકો જ છે.જ્યારે અન્ય 3 થી 4 શિક્ષકોને કોન્ટ્રાક્ટ બેઝ રાખવામાં આવ્યા છે. લોકોના એવા આક્ષેપ છે કે, ખાનગી સ્કૂલોને પ્રોત્સાહિત કરવા માટે આ હાઈસ્કૂલની આવી હાલત કરાઈ છે. 

આ સિવાય પણ ખોરાસા ગામના લોકોની અનેક મુશ્કેલીઓ અને સમસ્યાઓ છે.આજ સુધીમાં ગામના લોકોએ અનેક રજૂઆતો પણ કરી.પરંતુ કોઈએ ધ્યાનમાં ન લીધું. જોકે હવે ગામ લોકોને નવા સરપંચ પાસેથી અનેક વિકાસલક્ષી આશાઓ છે.ત્યારે જોવાનું એ રહેશે કે, ખોરાસાના નવા સરપંચ લોકોના ભલામાં અને વિકાસ માટે કેવું કામ કરે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ