બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં ગ્રહોનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે એવામાં જ્યારે ગ્રહોના રાજા સૂર્યદેવ મીન કે ધન રાશિમાં પ્રવેશ કરે છે તો પંચાંગ અનુસાર તેને ખરમાસની શરૂઆત માનવામાં આવે છે. ખરમાસમાં શુભ અને માંગલિક કાર્યો નથી કરવામાં આવતા.
.jpg)
ADVERTISEMENT
એવી પણ માન્યતા છે કે દેવશયની એકાદશીના આવતા જ ચાતુર્માસની શરૂઆત થઈ જાય છે. જેમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતા. ત્યાર બાદ દેવ ઉઠની એકાદશી બાદથી જ શુભ કાર્યોની શરૂઆત કરવામાં આવે છે.
હિંદૂ પંચાંગ અનુસાર સૂર્યદેવ આ વર્ષે ગુરૂવાર 16 ડિસેમ્બર 2023ની બપોર 3.47 મિનિટથી ધન રાશિમાં પ્રવેશ કરવાના છે. જેની સાથે જ ખરમાસની શરૂઆત થઈ જશે. ખરમાસ આખા એક મહિનો રહીના બાદ 15 જાન્યુઆરી 2024એ પૂર્ણ થશે. ખરમાસમાં કોઈ પણ શુભ કાર્ય જેવા કે લગ્ન વિવાહ, ગ્રહ પ્રવેશ, મુંડન અને ઘર બનાવવું વગેરે જેવા કાર્ય નથી કરવામાં આવતા.
ADVERTISEMENT
ક્યારે છે લગ્નના શુભ મુહૂર્ત?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષમાં બે વખત ખરમાસ આવે છે. જેવા સૂર્યદેવ બૃહસ્પતિની રાશિ મીન કે ધનમાં પ્રવેશ કરી લે છે ત્યારથી જ ખરમાસ લાગી જાય છે. ખરમાસ વખતે તમે કોઈ પણ શુભ કાર્ય ન કરો. જાન્યુઆરીમાં વિવાહના શુભ મૂહૂર્ત 18, 20, 21, 22, 27, 28, 30 અને 31 જાન્યુઆરી છે. ફેબ્રુઆરીમાં શુભ મૂહૂર્ત 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 25, 26 અને 27એ છે.

ADVERTISEMENT
જ્યોતિષમાં શુભ અશુભ મુહૂર્તો અને ગ્રહ નક્ષત્રોની સ્થિતિનું ખાસ મહત્વ હોય છે. માટે કોઈ પણ શુભ કાર્ય કે નવી શરૂઆત કરતા પહેલા ઉત્તમ મુહૂર્ત મળવું પણ ખૂબ જ જરૂરી છે.
ખરમાસમાં કેમ નથી થતા લગ્ન?
16 ડિસેમ્બર એટલે કે શુક્રવારે ખરમાસ શરૂ થવા જઈ રહ્યો છે. માન્યતા અનુસાર જ્યારે ખરમાસમાં કોઈના લગ્ન થાય છે તો તેના લગ્ન જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. પારિવારિક કલેશ વધી શકે છે અને પતિ-પત્નીના સંબંધમાં તણાવ આવી શકે છે. તેજ માન્યતાઓને જોઈને ખરમાસમાં લગ્ન નથી કરવામાં આવતા.
ADVERTISEMENT
કહેવાય છે કે ભગવાન ભાસ્કરની પૂજા અને ઉપાસના કરવાથી સાધકને સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુનું પૂજન કરવાથી દરેક પાપોનો નાશ થાય છે. સાથે જ ઘરમાં યશ-વૈભવ અને આગમન થાય છે. આ આખા મહિનામાં ગૌ માતા, ગુરૂદેવ અને સાધુઓની સેવા કરવી જોઈએ. નિયમિત રીતે ભગવાન ભાસ્કરને લાલ રંગ યુક્ત જળનું આર્ધ્ય આપો અને ગરીબોને પોતાના સામર્થ્ય અનુસાર દાન જરૂર કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.