બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / kerala woman orders biryani online hotel dies after eating food poisoning

ઘટના / હોટેલમાંથી ઓનલાઇન મંગાવેલી બિરિયાની ખાવાથી થયું યુવતીનું મૌત, જાણો સમગ્ર ઘટના

MayurN

Last Updated: 03:54 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરળના કાસરગોડમાં ફૂડ પોઈઝનિંગના કારણે 20 વર્ષીય યુવતીના મોતનો મામલો સામે આવ્યો છે.

  • કેરળમાં યુવતીએ ઓનલાઈન બિરિયાની મંગાવી
  • બિરયાની ખાધા બાદ તે બીમાર પડી હતી
  • બીમાર થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી

કેરળના કાસરગોડમાં ફૂડ પોઈઝનિંગના કારણે 20 વર્ષીય યુવતીના મોતનો મામલો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, યુવતીએ સ્થાનિક હોટલમાંથી 'કુઝીમંથી' નામની બિરયાની મંગાવી હતી, જેનું સેવન કર્યા બાદ તેનું શનિવારે મૃત્યુ થયું હતું. યુવતીની ઓળખ પેરુમ્બલાની રહેવાસી અંજુ શ્રીપાર્વતી તરીકે થઈ છે. કાસરગોડના લોકોએ આ ઘટના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને હોટલ માલિક સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. 

પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે અંજુએ કુઝિમંથીનું સેવન કર્યું હતું જે તેણે 31 ડિસેમ્બરે કાસરગોડમાં રોમાન્સ નામની રેસ્ટોરન્ટમાંથી ઓનલાઈન ઓર્ડર કર્યું હતું. બિરયાની ખાધા બાદ તે બીમાર પડી હતી અને ત્યારથી તેની સારવાર ચાલી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે બાળકીના માતા-પિતાએ આ સંબંધમાં ફરિયાદ કરી ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે તપાસના આદેશ આપ્યા 
અંજુ શ્રીપાર્વતીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. અહીંથી તેમને કર્ણાટકના મેંગલુરુની બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મૃત્યુ થયું. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તેમણે પથનમથિટ્ટામાં અહેવાલોને જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી કમિશ્નરને આ ઘટના અંગે અહેવાલ સુપરત કરવા સૂચનાઓ જારી કરવામાં આવી છે.

હોટલનું લાયસન્સ રદ કરવામાં આવશે: વીણા જ્યોર્જ
આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ (FSSA) હેઠળ ફૂડ પોઈઝનિંગનો આરોપ ધરાવતી હોટેલ્સનું લાઇસન્સ રદ કરવામાં આવશે. આ અઠવાડિયાની શરૂઆતમાં, કોટ્ટયમ મેડિકલ કોલેજમાં એક નર્સના ફૂડ પોઈઝનિંગથી મૃત્યુનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે નર્સે કોઝિકોડની એક રેસ્ટોરન્ટમાંથી ખાવાનું મંગાવ્યું હતું, જેનું સેવન કર્યા પછી તે બીમાર પડી ગઈ અને તેનું મોત થઈ ગયું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ