બ્રેકિંગ ન્યુઝ
VTV / Kerala reports first zika virus case
ADVERTISEMENT
તિરુવનંતપુરમ જિલ્લામાંથી લેવામાં આવેલા કેટલાક સેમ્પલોને તપાસ અર્થે નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યાં હતા. લેબમાં સેમ્પલોની તપાસમાં 11 સેમ્પલો ઝીકા વાયરસ પોઝિટીવ નીકળ્યાં હતા.
કેવી રીતે ફેલાય છે ઝીકા વાયરસ
ઝીકા વાયરસ મચ્છરો કરડવાથી ફેલાય છે જે દિવસના સમયમાં વધારે સક્રિય રહેતા હોય છે. પહેલી વાર 1947 માં યુગાન્ડામાં વાંદરાઓમાં આ વાયરસ જોવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1952 માં ટાન્ઝાનિયામાં ફેલાયો હતો.
ADVERTISEMENT
ઝીકા વાયરસના લક્ષણો
- તાવ
- લાલ ચકામા
- માથાનો દુખાવો
- સ્નાયુઓમાં દુખાવો
- સાંધામાં દુખાવો
ADVERTISEMENT
ઝીકા વાયરસ શરીરમાં દાખલ થયાના 3 થી 4 દિવસમાં લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોમાં લક્ષણો દેખાતા પણ નથી. તિરુવનંતપુરમ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે ઝીકા વાયરસ ઘાતક નથી તેથી ચિંતાનો કોઈ વિષય નથી. જે મહિલામાં ઝીકા પોઝિટીવ નીકળી છે તેની સારવાર ચાલી રહી છે અને તેને તબિયત સારી છે.
ADVERTISEMENT
ઝીકા વાયરસથી બચવા શું કરવું
હાલના સમયે ઝીકા વાયરસની કોઈ એન્ટીવાયરસ ટ્રીટમેન્ટ કે વેક્સિન ઉપલબ્ધ નથી. તેથી ઝીકા વાયરસથી બચવાનો સૌથી સારો ઉપાય દિવસના સમયમાં મચ્છરો ન કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT
કોના માટે ઘાતક
સામાન્ય લોકો માટે ઝીકા વાયરસ ઘાતક નથી પરંતુ ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે આ વાયરસ ઘાતક નીવડી શકે છે. ગર્ભવતી મહિલાઓ દ્વારા આ વાયરસ નવજાતમાં ફેલાય છે અને તેને કારણે બાળકો ખોડખાંપણ વાળા જન્મે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.