બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Kerala painter wins Rs 12 crore lottery in Kerala government Christmas New Year bumper lottery
ADVERTISEMENT
કહેવાય છે કે ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે. આ કથન કેરળના એક સામાન્ય વૃદ્ધ વયના વ્યક્તિ માટે સાચું પડ્યું છે. કિસ્મત ચમકી ત્યારે એવી ચમકી કે રાતો રાત બની ગયા કરોડપતિ.
77 વર્ષના સદાનંદન કેરળમાં રહે છે અને તેમને કેરળ સરકારની ક્રિસમસ ન્યુયર લોટરીમાં 12 કરોડ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. અનેક વાર તેમણે લોટરીની ટિકિટ ખરીદી છે પરંતુ આ વખતે તો ખરેખર નસીબ જ બદલાઈ ગયું.
ADVERTISEMENT

સદાનંદન ઘર માટે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા અને 500ના છૂટ્ટા નહોતા. એટલે દુકાનદાર પાસેથી લોટરી ખરીદીની છુટ્ટા કરાવી લીધા અને તેના કલાકો બાદ જ પરિણામ આવી ગયા જેમાં તેમને જેકપોટ ઈનામમાં 12 કરોડ રૂપિયાની રાશિ ઈનામમાં લાગી.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે મેં ખાલી છુટ્ટા કરાવવા માટે ટિકિટ લીધી હતી અને બપોર સુધીમાં તો મને જાણ થઈ કે ઈનામ લાગી ગયું છે. મને વિશ્વાસ જ નથી આવતો કે હું કરોડપતિ બની ગયો છું.
નોંધનીય છે કે સદાનંદન પોતાના પરિવાર સાથે એક નાનકડા ઘરમાં રહે છે અને પેન્ટર છે. તેમણે આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું છે અને હવે પૈસા લાગી જતાં પોતાનું સારું ઘર બનાવવાનો નિશ્ચય કર્યો છે. તમને જણાવી દઈએ કે લોટરીના તમામ ટેક્સ કપાયા બાદ તેમના હાથમાં 7.39 કરોડ રૂપિયા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.