બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / keep these flowers day wise to get success and good luck in life astrology tips

તમારા કામનું / વારના હિસાબથી પોતાની પાસે રાખો ફૂલ, ગ્રહોને શાંત કરવા માટે છે સૌથી સરળ ઉપાય, રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત

Arohi

Last Updated: 07:31 PM, 16 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવું માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ પરિણામો વધારવાનું કાર્ય પણ ફૂલ કરે છે.

  • ગ્રહોને શાંત કરવા પાસે રાખો ફૂલ 
  • વારના હિસાબથી રાખો ફૂલ 
  • ચમકી ઉઠશે કિસ્મત 

પૂજા અને શુભ કાર્યો દરમિયાન દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિના જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરવાની સાથે જ શુભ પરિણામો વધારવાનું કાર્ય પણ ફૂલ કરે છે. 

એવું માનવામાં આવે છે કે એક ફૂલ દરરોજ સમર્પિત કરવામાં આવે છે. તે દિવસે તે ફૂલ પોતાની પાસે રાખવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે. ફૂલોનો સંબંધ ગ્રહ સાથે છે. તેથી ગ્રહોની શાંતિ માટે ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે.

જાસુદનું ફૂલ
જો તમે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો રવિવારે જાસુદનું ફૂલ તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી વ્યક્તિનો સૂર્ય બળવાન બને છે. તેમજ સૌભાગ્ય વધે છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે.

કમળનું ફૂલ
જીવનમાં શુભ કાર્ય માટે વ્યક્તિની કુંડળીમાં ગુરુ બળવાન હોવો જરૂરી છે. ગુરુ ગ્રહ પ્રેમ, દામ્પત્ય જીવન, સંપત્તિ, સુખ-સુવિધા અને સંતાન વગેરેનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુરુવારે કમળના ફૂલને નજીક રાખવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક અસર થાય છે.

લાજવંતીનું ફૂલ
શનિની શક્તિ માટે તમે શનિવારે તમારી પાસે વાદળી લાજવંતીનું ફૂલ અથવા કોઈ ઘાટા રંગનું ફૂલ રાખી શકો છો. આમ કરવાથી વ્યક્તિ પર શનિની શુભ અસર પડે છે.

લવંડર ફૂલ
જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય છે. ત્યારે વ્યક્તિ નાની-નાની બાબતોને લઈને ભાવુક થવા લાગે છે. આવી સ્થિતિમાં સોમવારના દિવસે લવંડરના ફૂલ પાસે રાખવાથી ફાયદો થાય છે. આ વ્યક્તિના ચંદ્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

લાલ રંગના ફૂલો
મંગળવારનો દિવસ લાલ ગ્રહ એટલે કે મંગળને સમર્પિત છે. આવી સ્થિતિમાં  આ દિવસે લાલ રંગના ફૂલો જેવા કે ગુલાબ વગેરે નજીકમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. આવું કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

લીલીના ફૂલ
કુંડળીમાં બુધ ગ્રહને બળવાન રાખવા માટે વ્યક્તિએ બુધવારે કમળના ફૂલ નજીકમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વ્યક્તિનો બુધ બળવાન હોય છે ત્યારે બુદ્ધીના કાર્યોને વધુ સારી રીતે કરી શકે છે. ઉપરાંત તે વધુ સારું પ્રદર્શન કરે છે.

વાયોલેટ ફ્લાવર્સ
વ્યક્તિના જીવનમાં નબળા શુક્રના કારણે વૈવાહિક જીવન અને આર્થિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં સારા નસીબને વધારવા માટે તમે પાસે વાયોલેટ રંગના ફૂલો રાખી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ