ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / keep-at-least-half-an-hour-of-the-day-smartphone-closes-will-be-abundant-benefits

NULL / દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક રાખો તમારો સ્માર્ટફોન બંધ થશે અઢળક ફાયદા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આપણે બધા આખો દિવસ આપણા સ્માર્ટફોન સાથે ચોંટી રહીએ છીએ. સ્માર્ટફોનની બધાને આદત થઇ ગઈ છે. પરંતુ એક કંપનીના સીઇઓએ દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક એટલે કે ૩૦ મિનીટ સ્માર્ટફોન બંધ રાખવાની સલાહ આપી છે.

જોકે તેમને દિવસમાં 30 મિનીટ માટે ફોન બંધ રાખવાના ઘણાં ફાયદાઓ જણાવ્યા હતા. તેમનું કહેવું છે સ્માર્ટફોન મેઈન્ટેનન્સથી લઈને યુઝરની હેલ્થ સુધી ઘણી જ અસર પાડે છે. 

આ ઉપરાંત કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ કહેવું છે કે દિવસમાં ૩૦ મિનીટ પણ તમે ફોન બંધ રાખો છો તો તમારા શરીરને ઘણો બધો લાભ થાય છે. આજે અમે તમને જણાવશુ ફોન બંધ રાખવાના ફાયદાઓ.

મગજ શાંત રહેશે:
મગજ ક્યારેય પણ મલ્ટીટાસ્ક નથી થતું પરંતુ તે કેટલાક કામો વચ્ચે સ્વિચ કરે છે. તેવામાં સ્માર્ટફોન કેટલાક સમય માટે બંધ કરવાથી મગજને શંતિ મળે છે.

બેટરીની લાઈફ વધશે:
દિવસમાં 30 મિનિટ સ્માર્ટફોનને બંધ રાખવાથી બેટરીની લાઈફ વધે છે. એવું કરવાથી બધી બેકગ્રાઉન્ડ એપ્સ એક વખત બંધ થઇ જાય છે. તેના લીધે સ્માર્ટફોનની બેટરી બચે છે.

સ્માર્ટફોન સારી રીતે વર્ક કરશે:
જો તમારો સ્માર્ટફોન વારંવાર હેક થઇ જાય છે અને તમારા ફોનની સ્પીડ ધીમી થઇ જાય છે તો સ્માર્ટફોન સારી રીતે કામ નહી કરે. તેવામાં જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો ફોનને રીબૂટ કરી લો. આવું કરવાથી સ્માર્ટફોનના બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ બંધ થઇ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરવા લાગશે.

કોન્સન્ટ્રેશન વધે:
એક રિસર્ચ મુજબ 61 ટકા સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી નથી શકતા. જો કે એની પાછળ એ કારણ છે કે તમારા બીજા કોઈ કામ માટે કોન્સન્ટ્રેશન નથી થઇ શકતું. તેવામાં ફોનને કેટલાક સમય માટે બંધ કરી દો. જેનાથી તમારી કોન્સન્ટ્રેશન વધશે.

જો તમે તમારો સ્માર્ટફોન અડધો કલાક બંધ રાખશો તો તમને અઢળક ફાયદાઓ થશે જે તમને ખુબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તમે તણાવ મુક્ત પણ રહેશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ