બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / kedar jadhav umesh yadav career all but ended but 2 crore base price in ipl 2024 auction

IPL 2024 / ઈન્ટરનેશનલ કરિયર ખતમ, છતાં બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા... ભારતના આ બે ખેલાડીઓને ખરીદશે કોણ?

Manisha Jogi

Last Updated: 02:19 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ ખેલાડીઓની મિની હરાજી થશે. આ હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

  • 19 ડિસેમ્બરના IPLની મિની હરાજી થશે
  • હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું
  • IPL 2024માં આ ખેલાડીઓની કિંમત 2 કરોડ રૂપિયા 

 ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન પહેલા દુબઈમાં 19 ડિસેમ્બરના રોજ ખેલાડીઓની મિની હરાજી થશે. આ હરાજી માટે કુલ 1166 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતના 2 ખેલાડીઓએ (કેદાર જાદવ અને ઉમેશ યાદવ) તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે અને તેમનું કરિઅર લગભગ પૂર્ણ થઈ ગયું છે. 

વર્લ્ડ કપ હીરો
ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 જીતી લીધો છે. આ જીતના નાયક ટ્રેવિસ હેડ, કેપ્ચન અને પેસર પેટ કમિંસ અને ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે IPLની હરાજી માટે બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયાના બ્રેકેટમાં રાખી છે. ફ્રેંચાઈઝીને 1166 ખેલાડીઓનું લિસ્ટ મોકલવામાં આવ્યું છે. આ મિની હરાજીમાં 77 ખેલાડીઓ પર બોલી લાગી શકે છે, જેમાં 30 વિદેશી ખેલાડી હશે. 

કેદાર અને ઉમેશ 2 કરોડની બેઝ પ્રાઈસમાં
આ 2 કરોડના બ્રેકેટમાં ભારતીય ક્રિકેટર હર્ષલ પટેલ અને ઉમેશ યાદવની સાથે બેટ્સમેન કેદાર જાદવ પણ છે. 38 વર્ષીય કેદારે 2020માં છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમી હતી, ત્યારપછી ભારતીય ટીમમાં સ્થાન નહોતું મળ્યું. પેસર ઉમેશ યાદવને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ ક્રિકેટરનું કરિઅર લગભગ ખતમ થઈ ગયું છે. ઉમેશ યાદવ માત્ર ટેસ્ટ મેચમાં રમતા જોવા મળે છે. 

રવિન્દ્ર માટે બોલી લાગશે
ફ્રેંચાઈઝી ટીમ આ હરાજીમાં 262.95 કરોડ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. વન ડે વર્લ્ડ કપ દરમિયાન રચિન રવિન્દ્રએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, આ ખેલાડીએ તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા રાખી છે. હવે આ ખેલાડીની મોટી બોલી બોલાઈ શકે છે. ભારત સામેની T20 ઈન્ટરનેશનલ મેચમાં સદી ફટકારનાર જોસ ઈંગ્લિસ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પેસર જોશ હેજલવુડ 2 કરોડના બ્રેકેટમાં છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર રાસી વાન ડેરની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. વર્લ્ડના ટોપ સ્પિનર વાનિંદુ હસરંગાની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ