બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / kbc 15 one crore question asked to 8 year old boy mayank know its right answer

મનોરંજન / સામે હતો અઘરો સવાલ, છતાંય KBC 15માં 8 વર્ષના છોકરાએ કર્યો કમાલ, ચપટી વગાડતા જ આપ્યો જવાબ, બની ગયો કરોડપતિ

Manisha Jogi

Last Updated: 09:38 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેમસ ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 15'ના 'KBC જુનિયર્સ વીક'માં બાળકો ભાગ લઈ રહ્યાં છે. પ્રતિભાશાળી બાળકો સતત આ શોનો ભાગ બની રહ્યા છે. 1 કરોડ રકમ જીતનાર મયંક સૌથી નાની ઉંમરનો બાળક છે અને ઈતિહાસ રચ્યો છે.

  • 'KBC જુનિયર્સ વીક'માં બાળકો ભાગ લઈ રહ્યાં છે
  • 1 કરોડ રકમ જીતનાર મયંક સૌથી નાની ઉંમરનો બાળક
  • અઘરો સવાલ હોવા છતાં મયંકે જવાબ આપીને કર્યો કમાલ

ફેમસ ક્વિઝ શો 'કૌન બનેગા કરોડપતિ 15'ના 'KBC જુનિયર્સ વીક'માં બાળકો ભાગ લઈ રહ્યાં છે. પ્રતિભાશાળી બાળકો સતત આ શોનો ભાગ બની રહ્યા છે. હરિયાણામાં મહેન્દ્રગઢના આઠ વર્ષીય મયંકે પણ આ શોમાં ભાગ લીધો હતો. 1 કરોડ રકમ જીતનાર મયંક સૌથી નાની ઉંમરનો બાળક છે અને ઈતિહાસ રચ્યો છે. મયંકે 1 કરોડ રૂપિયાના પ્રશ્નનો શાનદાર જવાબ આપ્યો અને 7 કરોડ રૂપિયાના પ્રશ્ન પર સૂઝબૂઝ સાથે રીતે શો છોડી દેવાનો નિર્ણય કર્યો. અમિતાભ બચ્ચન મયંકના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા.

મયંકનું ટેલેન્ટ
મયંકનું ટેલેન્ટ જોઈને અમિતાભ બચ્ચને તેના માતા-પિતાને મયંક વિશે પૂછ્યું. મયંકના માતાપિતાએ મયંકની રુચિઓ વિશે જણાવ્યું. 1 કરોડ રૂપિયા જીત્યા પછી મયંક રડવા લાગ્યો હતો, ત્યારપછી અમિતાભ બચ્ચને આવીને મયંકને ગળે લગાવ્યો. મયંકે જણાવ્યું કે, તેના માતા-પિતાના માર્ગદર્શનથી તે આ જીત  અને ઉપલબ્ધિ હાંસલ કરી શક્યો. 1 કરોડ રૂપિયાનો જવાબ આપવા માટે મયંકે એક્સપર્ટની મદદ લીધી. એક્સપર્ટની મદદથી મયંક એક કરોડ રૂપિયાની રકમ જીતી શક્યો.

1 કરોડ રૂપિયાનો સવાલ
કયા યૂરોપીય માનચિત્રકારને તે માનચિત્ર બનાવવાનો શ્રેય આપવામાં આવે છે, જેણે નવા શોધવામાં આવેલ મહાદ્વીપને ‘અમેરિકા’ નામ આપ્યું?
એ) અબ્રાહમ ઓર્ટેલિયસ
બી) ગેરાર્ડસ મર્કેટર
સી) જીઓવાની બતિસ્તા એગ્નીસ
ડી) માર્ટિન વાલ્ડસીમુલર
સાચો જવાબ: માર્ટિન વાલ્ડસીમુલર

7 કરોડના સવાલ પર મયંકે કર્યું ક્વિટ
મયંકને 7 કરોડ રૂપિયાનો સવાલ પૂછવામાં આવ્યો હતો. મયંકે આ સવાલ વિશે ઘણું વિચાર્યું, પણ તેને જવાબ ખબર નહોતી અને સતત મૂંઝવણમાં દેખાતો હતો. આ પરિસ્થિતિમાં, તેણે સવાલ ક્વિટ કરવાનો નિર્ણય કર્યો.

7 કરોડ રૂપિયાનો સવાલ
સુબેદાર એન.આર. નિક્કમ અને હવાલદાર ગજેન્દ્ર સિંહને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કયા શહેરમાં પુરવઠો પહોંચાડવા બદલ રશિયા દ્વારા ઓર્ડર ઓફ ધ રેડ સ્ટારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા?
એ) તબ્રિઝ
બી) સિડોન
સી) બટૂમિ
ડી) અલ્માટી
સાચો જવાબ: તબ્રિઝ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ