બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Kashmiri saffron farming was done for the first time in Gujarat

અનોખી સિદ્ધિ / વાહ! રાજકોટના આ યુવાને તો કમાલ કરી, ગુજરાતમાં પ્રથમ વાર કરાયું કાશ્મીરી કેસરનું ફાર્મિંગ

Priyakant

Last Updated: 03:09 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kashmiri Saffron in Gujarat News: ગુજરાતમાં કાશ્મીરી કેસરના વાવેતરનું સાહસ આગામી સમયમાં એક નવો આયામ બની રહેશે, માટી-પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી

  • રાજકોટના યુવાને ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શરૂ કર્યું કાશ્મીરી કેસરનું ફાર્મિંગ
  • ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે કાશ્મીરી કેસરની ખેતી
  • માટી-પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી  

Kashmiri Saffron in Gujarat : ગરવી ગુજરાતમાં સૌ પ્રથમ વાર કાશ્મીરી કેસરની ખેતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ભારત કૃષીપ્રધાન દેશમાંથી એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી (કૃષિ વિવિધતા) દેશ છે બન્યો છે. જેમાં કાશ્મીરના પાકો હવે કન્યાકુમારીમાં ઉગી શકે છે, ગુજરાતના ઘઉં આસામમાં અને ઓડીશાના કાળા ચોખા ગુજરાતના કોઈ પણ ખુણે ઉગાડી શકાય છે. આ એગ્રીકલ્ચર બાયોડાયવર્સિટી માટે જવાબદાર છે ભારતનું અભ્યાસુ યુવાધન. આવા જ એક અભ્યાસુ યુવા બ્રિજેશ કાલરીયાએ રાજકોટમાં કેશરનું ઉત્પાદન શરૂ કર્યું છે. 

રાજકોટમાં કેસરનું ઉત્પાદન 
અત્યાર સુધી રાજકોટના લોકોએ કેશરની ખેતી કાશ્મીરમાં જ જોઈ હતી પણ રાજકોટના આ યુવાને લોઠડા નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડની અંદર બનાવ્યું છે ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ. જેમાં જમીન અને રસાયણોના ઉપયોગ વગર પાણીના સ્થાને ભેજવાળી હવા અને ઈલેકટ્રીક લાઈટનો યોગ્ય ઉપયોગ કરીને જરૂરી તાપમાન પૂરૂ પાડવામાં આવે છે. તાપમાન, ભેજની સાથોસાથ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડનું પણ સુયોગ્ય વ્યવસ્થાપન કરવું જરૂરી બની જાય છે. 

બ્રિજેશભાઇએ નોકરી છોડી દીધી અને પછી...... 
રાજકોટના બ્રિજેશભાઇએ નોકરી છોડીને પોતાના વતન મોવિયામાં બાપ-દાદાના વખતથી કરાતી પરંપરાગત ખેતીમાં બદલાવ લાવવાની શરૂઆત કરી. એમણે એગ્રોફોરેસ્ટ્રીમાં સાગ, સાલ, ચંદન, કાળીજીરી, જેવા અનેક પાકોનું વાવેતર કરીને પરિવર્તનની શરૂઆત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી “મીઠી ક્રાંતિ” એવા મધમાખી પાલન થકી મધ ઉત્પાદન કરવાની સાથે છેલ્લા એક વર્ષથી ગુજરાતની ગરમ આબોહવાની વચ્ચે કાશ્મીરની ઠંડી આબોહવામાં ઉગતા કેસરની ખેતીમાં જંપલાવીને નેત્રદિપક સફળતા હાંસલ કરી છે.

શું કહી રહ્યા છે બ્રિજેશભાઇ ? 
કેશરની ખેતી અંગે વાત કરતા બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, કેસરનું બિયારણ 1 કિલોના 600 થી 1,000 રૂપિયાના ભાવે મળે છે. કેસરનું બીજ ડુંગળીના દડાની સાઈઝનુ હોય છે. તેનું વજન 5 ગ્રામથી 30 ગ્રામ સુધીનુ હોય છે. 1500 કિલો બિયારણમાંથી દોઢ થી 2 કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે. કેસરના એક કંદમાંથી એકથી 3 સ્યૂટ નીકળે છે. જેમાં 1 થી 2 ફૂલ તૈયાર થાય છે. 20 ગ્રામથી મોટા બલ્બમાં મોટી સાઈઝના સ્યુટ અને ફુલો નીકળે છે. સપ્ટેમ્બરથી ડિસેમ્બર દરમિયાન બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. કેસરનું ઉત્પાદન લીધા પછી બલ્બને નિતારવાળી છાયાવાળી જમીનમાં રાખવામાં આવે છે. કેસર ઉત્પાદન થાય તેવું 15 થી 20 ગ્રામ વજનના બલ્બ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. મોટા બલ્બને કોલ્ડ સ્ટોરેજમાં ગોઠવવાથી લગભગ અઢી મહિનામાં કેસરનું પક્વ ફૂલ તૈયાર થાય છે. ફૂલમાંથી કેસરનાં તાંતણા મેળવવામાં આવે છે. સન લાઈટ ન અડવાને લીધે તેનો રંગ અને સુગંધ જળવાઈ રહે છે.

કાશ્મીરમાં જ થતા કેસરની કિંમત પ્રતિ કિલો 3-5 લાખ રૂપિયા
બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, ભારતમાં માત્ર કાશ્મીરમાં જ થતા કેસર કે જેની કિંમત પ્રતિ કિલો 3-5 લાખ રૂપિયા છે. એવા મોંઘા કેસરની ખેતી માટે 15 ફૂટ બાય 15 ફૂટનો કોલ્ડ ફાર્મિંગ રૂમ તૈયાર કર્યો છે. જેમાં માટી તેમજ પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે. આ રૂમનું તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું તાપમાન રાખવામાં આવે છે. બીજા પાકો માટેનું તાાપમાન તેમની જરૂરીયાત મુજબ સેટ કરવામાં આવે છે.  

કેસરનું બિયારણ તૈયાર થતાં લાગે છે આટલા વર્ષ 
બ્રિજેશભાઈ કહે છે કે, ખેતીમાં નવીનતા લાવવા માટે ગુજરાત સરકારના ખેતીવાળી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન અને પ્રોત્સાહન સતત મળતું રહ્યું છે. બાગાયત વિભાગના અધિકારીઓએ કાશ્મીરમાં બિયારણ ખરીદવાથી માંડીને તેના પાક તૈયાર થાય ત્યાં સુધી અનેક પ્રકારની મદદ કરી છે. ભારતમાં કેસરનું બિયારણ કાશ્મીર સિવાય બીજે ક્યાંય મળતું નથી. કેસરના બિયારણમાંથી સતત 15 વર્ષ કે તેથી વધુ સમય સુધી ઉત્પાદન લઈ શકાય છે. કેસરનું બિયારણ તૈયાર થતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. કોલ્ડ ફાર્મિંગ રૂમમાં કેસર સિવાય મશરૂમ, લીલુ લસણ સહિતના અનેક પાકો લઈ શકાય છે.   

કેસર સૌપ્રથમ ઈરાનમાં ઉગાડવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. ગ્રીસ, તુર્કી અને ભારતને પણ કેસરના મૂળ સ્થાન તરીકે સૂચવવામાં આવે છે. પ્રાચીન કાળના મુખ્ય ઉત્પાદકોમાં ઈરાન, સ્પેન, કાશ્મીર અને ગ્રીસનો સમાવેશ થાય છે.વર્તમાન સમયમાં કેસરની ખેતી ન્યુઝીલેન્ડ, તાસ્માનિયા અને કેલિફોર્નિયામાં વિસ્તરી છે. ઈરાન વિશ્વભરમાં કેસરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે કેસરના કુલ ઉત્પાદનમાં 90% હિસ્સો ધરાવે છે. 

મહત્વનું છે કે, ગોંડલના સાહસિક ખેડુત બ્રિજેશભાઈ કાલરિયા છેલ્લા 8 વર્ષથી સતત નવા પ્રયોગ સાથે ધંધાકીય રીતે ખેતીને અપનાવી નવા નવા સાહસો કરે છે. તેમણે કરેલું ગુજરાતમાં કાશ્મીરી કેસરના વાવેતરનું સાહસ આગામી સમયમાં એક નવો આયામ બની રહેશે. તેઓ કાશ્મીરી કેસરના પદ્ધતિસરના ઉત્પાદન માટે ખેડૂતોને ટ્રેનિંગ પણ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ