બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Karnataka drug scandal ccb raids vivek oberois home hunts for aditya

મુંબઈ / ડ્રગ્સ કનેક્શન મામલે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે પણ પોલીસના દરોડા; જાણો સમગ્ર મામલો

Published By: Shalin

Last Updated: 04:02 PM, 15 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લોરની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ પોલીસ ડીપાર્ટમેન્ટે (CCB)એ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે કથિત ડ્રગ કનેક્શન મુદ્દે છાપો માર્યો છે.

બેંગ્લોર ક્રાઈમ બ્રાન્ચે અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે મુંબઈમાં તેના સંબંધી આદિત્ય અલ્વાની શોધમાં વિવેકના ઘરે તપાસ કરી હતી. કન્નડ ફિલ્મ મેકર ઇન્દ્રજીત લંકેશ દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રગ રેકેટમાં આદિત્ય અલ્વા મુખ્ય આરોપી છે. 

આ માટે CCBએ કોર્ટ વોરંટ મેળવીની વિવેકના ઘરની તલાશી લીધી હતી. 

કોણ છે આદિત્ય અલ્વા?

JD(S)ના પૂર્વ મિનિસ્ટર સ્વર્ગસ્થ જીવરાજ અલ્વાનો પુત્ર આદિત્ય વિવેક ઓબેરોયનો સંબંધી છે. તે આ કેસમાં મુખ્ય આરોપી છે અને 4 સપ્ટેમ્બરથી પોલીસના પકડથી દુર છે. આ કેસમાં અત્યાર સુધી 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

શું છે સેન્ડલવુડ ડ્રગ રેકેટ?

હત્યા કરાયેલ પત્રકાર ગૌરી લંકેશના ભાઈ ઇન્દ્રજીત લંકેશે આ સેન્ડલવુડ ડ્રગ રેકેટ એક્સપોઝ કર્યું છે જેમાં તેણે બે અભિનેત્રીઓ ઉપર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે પોલીટીકલ લોબીને કારણે તેમની સામે કોઈ પગલા નથી લેવામાં આવી રહ્યા. 

NCBએ બેંગ્લોરમાં છાપા મારીને આ આરોપી પેડલરો પાસેથી LSD, MDMA, Ecstasy, ગાંજો જેવા 1.25 કરોડના ડ્રગને કબજે કર્યું હતું જે ડ્રગ યુવાનોને વેચવાની યોજના હતી. આ ડ્રગ સ્કેન્ડલની સાથો સાથ અત્યારે NCB સુશાંત સિંહ રાજપૂતના કેસની પણ તપાસ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Drugs Vivek Oberoi ડ્રગ્સ વિવેક ઓબેરૉય Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ