બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Kangana Ranaut made a catastrophic remark about Gandhiji

વિવાદીત નિવેદન / કંગના અટકવાનું નામ નથી લઈ રહી, આપ્યું ફરી વિવાદાસ્પદ નિવેદન, કહ્યું ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી અપાય

Published By: Ronak

Last Updated: 08:05 PM, 16 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કંગના રનૌતે થોડાક દિવસ પહેલાજ આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું તેનો વિવાદ હજુ શાંત નથી પડ્યો ત્યારે વધુમાં ફરી તેણે ગાંધીજીને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી જેના કારણે તે ફરી વિવાદોમાં ઘેરાઈ છે.

  • કંગના રનૌતે ફરી વિવાદીત નિવેદન આપ્યું 
  • ગાંધીજી પર કરી ખરાબ ટિપ્પણી 
  • અગાઉ પણ કંગનાએ આઝાદી મુદ્દે વિવાદીત નિવેદન આપેલું 

કંગના રનૌત એક વાર ફરી વિવાદીત નિવેદન આપ્યું છે. જેને લઈને તે ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. આ વખતે કંગનાએ ગાંધીજી પર ખરાબ ટિપ્પણી કરી છે. જેના કારણે તે વિવાદોમાં આવી છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંગનાએ લાંબા મેસેજ કરીને ગાંધીજી પર નિશાન સાંધ્યું છે. જેમા તેમણે ગાંધીજીને સત્તાના ભૂખ્યા ગણાવ્યા છે. 

ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ લખી પોસ્ટ 

વધુમાં કંગનાએ એવું કહ્યું હતું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. આ ઉપરાંત ઈન્સ્ટા સ્ટોરીમાં કંગનાએ એવું પણ લખ્યું છે કે પોતાનો હિરો સમજદારીથી પસંદ કરો. કંગનાએ સમગ્ર મામલે એવું નિવેદન પણ આપ્યું છે કે ઝાપટ મારવા વાળા સામે બીજો ગાલ આગળ કરશો તો તમને આઝાદી નહી મળે.

અગાઉ પણ વિવાદીત નિવેદન આપ્યું હતું 

આપને જણાવી દઈએ કે કંગનાએ થોડાક દિવસો પહેલા આઝાદીને લઈને જે નિવેદન આપ્યું હતું હતું તેને લઈને મામલો હજું ઠંડો નથી પડ્યો ત્યા તો ફરી તેણે સોશિયલ મીડિયા પર આપત્તીજનક પોસ્ટ મુકી છે.  પોસ્ટમાં કંગનાએ એવું લખ્યું છે કે જે લોકો સ્વતંત્રતા માટે લડ્યા છે. તેમણે પોતાનો તેમના માલિકોને સોંપી દીધા. જેમનું લોહી નહોતું ઉકળતું પણ તેઓ સત્તાના ભૂખ્યા અને ચાલાક હતા. 

પોતાનો હિરો સમજદારીથી પસંદ કરવાવી આપી સલાહ 

વધુમાં તેણે ગાંધીજીને ટાર્ગેટ કરતા કહ્યું કે આ એજ લોકો છે જેમણે આપણાને શિખવાડ્યું કે કોઈ તમને એક લાફો મારે તમે તેને બીજો ગાલ ધરી દો. જેથી તમને આઝાદી મળી જશે. આ રીતે કોઈને આઝાદી નથી મળતી ખાલી ભીખ મળે છે. વધુમાં કંગનાએ કહ્યું કે પોતાનો હિરો પણ સમજદારીતી પસંદ કરવાનું રાખો. 

ગાંધીજીએ ક્યારેય નેતાજી અને ભગતસિંહને સપોર્ટ ન કર્યો 

ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની બીજી પોસ્ટમાં એવું પણ કહ્યું કે ગાંધીએ ક્યારેય ભગતસિંહ કે નેતાજીને સપોર્ટ નથી કર્યો. સાથેજ તેણે આડકતરી રીતે કહ્યું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગતસિંહને ફાંસી થાય. સાથેજ તેણે કહ્યું કે લોકોને તેમનો ઈતિહાસ અને તેમના ખરા હિરો વિશે ખબર હોવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Controversy Gandhiji Kangana Ranaut કંગના રનૌત ગાંધીજી વિવાદીત નિવેદન Kangana Ranaut

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ