બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નલિયા નહીં, આ પોર્ટ બન્યું રાજ્યનું સૌથી ઠંડું મથક, જાણો સુરતથી ડીસા સુધી ક્યાં કેટલું તાપમાન
Last Updated: 08:09 AM, 2 December 2025
રાજ્યમાં ધીરે ધીરે ફૂલગુલાબી ઠંડીની મૌસમ જામી રહી છે. સૌથી વધુ ઠંડી કંડલામાં નોંધાઈ છે. જ્યાં તાપમાન માત્ર 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડાંગમાં 12.4 ડિગ્રી, જ્યારે દાહોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છના નલિયામાં 14.8 ડિગ્રી અને યુ.ટી. દીવમાં 15.2 ડિગ્રી સાથે કડકડતી ઠંડીનો અનુભવ થયો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT

વહેલી સવારે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે
ADVERTISEMENT
રાજકોટમાં 16.2 ડિગ્રી, ગાંધીનગરમાં 17.2 ડિગ્રી અને રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરા તથા ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ સર્જાયો છે. વડોદરામાં 16.6 ડિગ્રી અને ડીસામાં 17.5 ડિગ્રી નોંધાતા લોકો વહેલી સવારથી શિયાળાનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં તાપમાન થોડું વધુ રહેતાં 19.1 ડિગ્રી નોંધાયું છે. લોકો વહેલી સવારે તેમજ સાંજના સુમારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને ડીજીપી, 4 અન્યને IG તરીકે બઢતી, 9ASP નું પોસ્ટિંગ
ADVERTISEMENT
આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની સંભાવના
રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યુનતમ તાપમાન ઘટતા હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડી વધુ વધવાની સંભાવના વ્યક્ત કરી છે. ઠંડીથી બચવા લોકો ગરમ કપડાની ખરીદી કરવા ઉમટ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.