બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / Kamathani's departure from Gujarat, what the government has announced for the farmers, Gujarat Titans in charge of Shubman

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાંથી કમોસમી કમઠાણની વિદાય, ખેડૂતો માટે સરકારે શું કરી જાહેરાત, ગુજરાત ટાઈટન્સ શુભમનને હવાલે, જુઓ સમાચાર સુપર ફાસ્ટ

Vishal Khamar

Last Updated: 11:18 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે તો બીજી તરફ વડાપ્રધાને લોકોને ભારતની ધરતી ભારતનાં લોકો વચ્ચે લગ્ન કરવાની સલાહ આપી.

ફરી વરસાદને લઈને એલર્ટ, ક્યારે અને ક્યાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે  કરી મોટી આગાહી / UP Rain: Heavy rain alert for three days in North India,  when will it rain in

માવઠાના માર વચ્ચે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, રાજ્યમાં માવઠાનો આજે સાંજ સુધીમાં અંત આવશે તેમજ આજે ફક્ત એક-બે વિસ્તારમાં છુટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં હવે વધારે વરસાદ નહીં પડવાની હવામાન વિભાગની આગાહી કરી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થઇ જતાં વરસાદ નહીં પડે તેમજ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 4 ડિગ્રી જેટલું ઘટયું છે અને ગઇકાલે અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગઇકાલે નર્મદા, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદ નોંધાયો છે.

ઓક્ટોબરમાં આવી શકે છે ભયંકર વાવાઝોડું! અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ  ગુજરાતમાં કઈ તારીખ સુધી પડશે વરસાદ | Meteorological expert Ambalal Patel's  scary forecast amid ...

અંબાલાલ પટેલ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

Widespread loss in agriculture due to unseasonal rain in Gujarat

રાજ્યમાં પડેલ કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે. જેમાં ખેડૂતો દ્વારા વાવેતર કરેલ ઉભા પાકમાં ભારે પવન સાથે વરસાદ પડતા ખેતરમાં ઉભો પાક નમી જવા પામ્યો હતો. તો વરસાદી પાણી ખેતરમાં ભરાઈ જતા પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

24 people have died due to unseasonal rains in the state, the state government has announced an aid of Rs 4 lakh to the...

રાજ્યમાં કોમસમી વરસાદના કારણે  અનેક જગ્યાએ ખાના ખરાબી થઈ છે. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સહાય ચૂકવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારોને 4 લાખ સહાયની જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે જાપાનની મુલાકાતે છે પરંતુ કમોસમી વરસાદ અંગે તાંગ મેળવી અધિકારીઓને સહાય અંગે સૂચના આપી છે. એક દિવસમાં કમોસમી વરસાદથી 24નાં મોત થયા છે. 

 There will be a survey of the damage caused by rain spokesperson Rishikesh Patel announced

ગત રવિવારે ગુજરાતમાં માવઠા-કમસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જ્યા બાદ આજે બપોર સુધી પણ વાદળો ગોરંભાયેલા જ રહ્યા હતા. સવારે ધૂમમ્સ વચ્ચે વિઝિબિલિટી ઘટી હતી અને ત્યારબાદ બપોર બાદ વાતાવરણ ચોખ્યું થયું હતું. જેના પરિણામે હવે ગુજરાત માથેથી માવઠાની મોટી ઘાત ટળી હોય તેમ હવે કમોસમી વરસાદનો ખતરો ઓછો થઈ રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું છે. જેને લઇને સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે.તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું. રાજ્યમાં ખરીફ વાવેતરમાં કેટલાક અંશે નુકશાન થયું છે. ત્યારેકમોસમી વરસાદ બાદ સર્વેની કામગીરી શરૂ કરાશે. તેવો સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. નોંધનિય છે કે વિજળી પડવાના કારણે 29 માનવ મૃત્યુ થયાનું ઋષિકેશ પટેલે સ્વીકાર્યું હતું. એટલું જ નહીં મુખ્યમંત્રી સાથે કમોસમી વરસાદ અને માનવ મૃત્યુ સંદર્ભે સંપર્કમાં હોવાનું પણ કહ્યું હતું.

Request to help the families of those who died in unseasonal rains manish doshi

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. જેમાં ગુજરાતમાં એક જ દિવસમાં કમોસમી વરસાદથી 29 લોકોનાં મોત નિપજયા હતા. કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય ચૂકવવા અંગે જાહેરાત કરાઈ છે. સરકારની જાહેરાત બાદ ગુજરાતના કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે નાગરિકો મોતને ભેટ્યા તે દુઃખદ ઘટના છે. હાલ સરકારે સંવેદના દાખવી પીડિત પરિવારોની પડખે ઉભી રહે તે જરૂરી છે. સાથે તેઓએ એવું પણ જણાવ્યું કે સરકારે મૃતકોના પરિજનોને નિયમોની આંટીઘૂંટીમાંથી દૂર રાખવા જોઈએ. વધુમાં સરકારે ઉદારતા દાખવી ખુલ્લા મને સહાય કરવી જોઈએ તેવી પણ ડૉ.મનીષ દોશીએ માંગ કરી છે. તેઓએ કહ્યું કે સહાયથી ગુમાવેલા સભ્યો પાછા નહીં આવે પણ પરિવારને મદદરૂપ ચોક્કસ થઈ શકાશે.

ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ 97 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી પણ સન્માનિત કરાયા હતા. 

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ. 

ઈઝરાયેલ-હમાસ વચ્ચે ચાલતા લોહિયાળ યુદ્ધને લઈને ખેદાન મેદાન થયું છે. હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનો ચાર દિવસીય યુદ્ધવિરામ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે. જેમાં આ યુદ્ધવિરામને બે દિવસ સુધી લંબાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.

Shivji himself is protecting the laborers trapped in the Uttarakhand tunnel?

ઉત્તરકાશીમાં મોટી ટનલ દુર્ઘટના સર્જાઇ હતી જેને લઈને છેલ્લા 16 દિવસથી 41 મજૂરો ફસાયેલા છે. સરકારના તમામ પ્રયાસો છતાં મજૂરોને બહાર કાઢવામાં હજુ સુધી સફળતા મળી નથી. આવી સ્થિતિ વચ્ચે દુર્ઘટનાને લઇ મંદિરોમાં ભોલેનાથની પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે આજે સોમવારે સવારે ટનલના પ્રવેશ દ્વાર પર ભગવાન શિવની આકૃતિ સર્જાઇ હતી. જેને લઈને મજૂરોને જે બચાવવા જાણે ભોલેનાથ ખુદ અહીં પહોંચ્યા હોય તેવી પ્રતિકૃતિ સર્જાઈ હતી.

no copyright issues on playing bollywood songs at wedding

PM મોદીએ કહ્યું કે," લગ્નની સીઝન આવી ગઈ છે અને મને એખ વાત ઘણાં લાંબા સમયથી પરેશાન કરી રહી છે. આજકાલ કેટલાક પરિવારોમાં વિદેશમાં જઈને લગ્ન કરવાનું વાતાવરણ બનતું જઈ રહ્યું છે. શું આ જરૂરી છે? ભારતની ધરતીમાં, ભારતનાં લોકોની વચ્ચે જો આપણે લગ્ન કરીએ તો દેશનો પૈસો દેશમાં જ રહેશે. દેશનાં લોકોને તમારાં લગ્નમાં કંઈકને કંઈક સેવા કરવાનો મોકો મળશે, નાના-નાના ગરીબ લોકો પણ પોતાના બાળકોને તમારા લગ્નની વાતો કહેશે. શું તમે વોકલ ફોલ લોકલનાં આ મિશનને વિસ્તાર આપી શકો છો? આપણે લગ્ન જેવા સમારોહ આપણાં દેશમાં કરવા જોઈએ...હું આશા રાખું છું કે મારી આ પીડા એ મોટા-મોટા પરિવારો સુધી જરૂરથી પહોંચશે."

વર્લ્ડ કપ 2023નું દુખ હજુ પૂરું નહોતું થયું ત્યાં તો ક્રિકેટ ફેન્સને સામે IPL 2024ની ઊથલ-પાથલને લઈને ખબરો સાંભળવા મળી. 19 ડિસેમ્બરનાં થવા જઈ રહેલ IPL ઓક્શનથી પહેલાં તમામ ટીમોએ પોતાના રિટેન પ્લેયર્સની લિસ્ટ સોંપી. હાર્દિક પંડ્યાનાં ટ્રેડિંગ બાદ હવે શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની કમાન સોંપવામાં આવી છે. આ નિર્ણય બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ