બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Kamal Nath Warns Officers And Police Ahead Of Madhya Pradesh Polls

રાજનીતિ / 'કાન ખોલીને સાંભળી લેજો, સારી રીતે હિસાબ લઈશ', કમલનાથે પોલીસ-અધિકારીઓને આપી ધમકી

Hiralal

Last Updated: 04:39 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ કોંગ્રેસ ચીફ કમલનાથે એક સભામાં પોલીસ-અધિકારીઓ સાથે તેમની સરકાર આવતા હિસાબ સમજી લેવાની વાત કરીને વિવાદ છેડ્યો હતો.

  • મધ્યપ્રદેશ કોંગ્રેસ ચીફ કમલનાથનું વિવાદીત નિવેદન
  • સભામાં પોલીસ-અધિકારીઓને આપી ધમકી
  • 8 મહિના પછી અમારી સરકારે આવે ત્યારે હિસાબ સમજી લઈશ

મધ્યપ્રદેશમાં ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી નિવેદનોનો સિલસિલો જોર પકડી રહ્યો છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શનિવારે નિવારીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા વિવાદાસ્પદ નિવેદન આપી દીધું. 

8 મહિના પછી ચૂંટણી, કોંગ્રેસની સરકાર બનશે તો હિસાબ લઈશ 
કમલનાથે મંચ પરથી કહ્યું કે રાજ્યમાં 8 મહિના બાદ ચૂંટણી છે. ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દાવો કરતાં તેમણે કહ્યું કે, 8 મહિના બાદ પોલીસ અને અધિકારીઓ પાસેથી હિસાબ લેશે. કમલનાથે કહ્યું કે પોલીસ અને અધિકારીઓ કાન ખોલીને સાંભળી લે કે રાજ્યમાં 8 મહિના પછી ચૂંટણી છે અને અમારી સરકાર આવશે પછી અમે તમારો હિસાબ લઈશું. તમે સરકારી કર્મચારી છો, તમારું કામ લોકોની સેવા કરવાનું છે, પરંતુ તમે ભાજપ અને શિવરાજ સિંહની સેવામાં લાગેલા છો. ટૂંક સમયમાં તમારો હિસાબ લેવામાં આવશે. વાસ્તવમાં કમલનાથે પોલીસ અને અધિકારીઓ પર શિવરાજ સરકાર અને ભાજપના લોકોની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી ભાજપ પર અધિકારીઓના અમલદારશાહી અને રાજકીય ઉપયોગનો આરોપ લગાવી રહી છે.

આવનારી પેઢીના ભવિષ્ય માટે ચૂંટણી, સમજી વિચારીને મતદાન કરજો
કમલનાથે કહ્યું કે, આ વખતે રાજ્યમાં યુવાનો અને આવનારી પેઢીના ભવિષ્ય માટે ચૂંટણી છે એટલે સમજી વિચારીને મતદાન કરો. આ ચૂંટણી તમારી આવનારી પેઢીનું ભવિષ્ય નક્કી કરશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને જનતાનો સાથ મળ્યો હતો, પરંતુ છળકપટથી સરકાર તોડીને ભાજપે જનતાના જનાદેશનું અપમાન કર્યું છે. તેમણે જનતાને અપીલ કરી કે આ વખતે ફરીથી કોંગ્રેસને સમર્થન આપે.

વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય પારો હાઈ 
વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય પારો ઉંચો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ લોકોની વચ્ચે જવાનું શરુ કરી દીધું છે. ભાજપ શિવરાજ સરકારની ઉપલબ્ધિઓની યાદી બનાવીને જોરશોરથી પ્રચાર કરી રહી છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર 2018ના જનાદેશનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસના નેતાઓ પણ પોલીસ અને અધિકારીઓના રાજકીય ઉપયોગનો આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસ સતત આ તમામ મુદ્દાઓને ચૂંટણી સુધી વધારવાનો પ્રયાસ કરી રહી છે. નવા વર્ષની શરૂઆતથી જ વિવાદિત નિવેદનોનો સિલસિલો જોર પકડી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ