બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Kamal Khan Says the day there will be no Muslims in India will be a day where does not exist

નિવેદન / જે દિવસે ભારતમાં મુસ્લિમો નહીં હોય તે દિવસે ભારત જ નહીં હોય; અભિનેતા કમાલ ખાનનું વિવાદિત નિવેદન

Published By: Shalin

Last Updated: 11:01 AM, 15 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશ્યલ મીડિયા ઉપર વિવાદોમાં ઘેરાયેલા રહેતા કમાલ ખાને CAA મુદ્દે વિવાદાસ્પદ ટ્વીટ કરી છે.

કમાલ ખાન સોશ્યલ મીડિયા ઉપર પોતાની સામાજિક અને રાજનૈતિક મુદ્દાઓ ઉપર પ્રતિક્રિયા આપે છે. તેણે મુસ્લિમો પાસે પુરાવા માંગવા વાળા લોકો ઉપર નિશાન સાધ્યું છે. 

તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે "ઘણા લોકો હંમેશાં નફરત ફેલાવે છે અને અહીં કહી રહ્યાં છે કે તમારે કાગળ તો બતાવવા પડશે! તો ભાઈ બતાવી દઈશું. શું પ્રોબ્લેમ છે? પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે મુસ્લિમોને દેશમાં રહેવા નહીં દઈએ, તો લખી રાખજો - મુસ્લિમો તે જ દિવસે ભારતમાં નહીં હોય, જે દિવસે ભારત નહીં હોય!"

તેના ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સના વિવિધ રિએક્શન આવી રહ્યા છે. ભાનુ પ્રતાપસિંહ નામના યુઝરે લખ્યું છે, 'સમસ્યા મુસ્લિમોની નથી. તેમની ખોટી વિચારસરણીની સમસ્યા છે. તેમની જેહાદી વિચારધારા,  લવ જેહાદ, CAAનો વિરોધ કરવો, દિલ્હી રમખાણો, શાહીન બાગ... અને જ્યારે ડોકટરો કોરોના સમયે તેમનું ટેસ્ટિંગ માટે જતા હતા, ત્યારે તેઓ તેમને મારતા, તેમના પર થુંકતા? આ વાયરસ કોના મગજમાં છે ?'

નોંધનીય છે કે કમાલ ખાન બિહાર ચૂંટણીના પરિણામો અંગે ખૂબ સક્રિય હતો. થોડા દિવસો પહેલા તેણે કહ્યું હતું કે બિહારની જનતાએ તેજસ્વીને મત આપ્યો પરંતુ ભાજપ શાસન કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

CAA Kamaal R Khan કમાલ રશીદ ખાન Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ