બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કડી-વિસાવદર પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કઈ બેઠક પર કેટલું મતદાન
Dinesh Chaudhary
Last Updated: 07:10 PM, 19 June 2025
ગુજરાતની ખાલી પડેલી વિસાવદર અને કડી વિધાનસભા બેઠકનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. તમામ ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ થઈ ગયા છે. કડી બેઠક માટે 64 ટકા મતદાન થયું છે જ્યારે વિસાવદર બેઠક માટે 55 ટકા જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે આગામી 23 જૂનના મતગતરી સાથે જ બંને બેઠકોનું પરિણામ જાહેર થશે.
ADVERTISEMENT
294 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી
ADVERTISEMENT
મહેસાણાના કડીની વિધાનસભા બેઠક પર કુલ 294 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યાં સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. શાંતિપૂર્ણ મતદાન માટે 1900 જેટલા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં 106 સંવેદનશીલ બુથ પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ બેઠક પર અંદાજે 2 લાખ 89 હજાર જેટલા મતદારો નોઁધાયેલા છે. ત્યારે આ બેઠક પર 64 ટકા મતદાન નોંધાયું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: તમે નથી ખાતાને નકલી ઘી! બનાસકાંઠામાં 3.5 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ADVERTISEMENT
વિસાવદરમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીમાં 297 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 17 શહેરી અને 277 ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન મથકોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. 1884 કર્મચારીઓ મતદાન પ્રક્રિયા માટે તૈનાથ કરવામાં આવ્યા હતા, સવારથી જ મતદાન કરવા માટે લાંબી લાઇનો લાગી હતી, શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.