બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તમે નથી ખાતાને નકલી ઘી! બનાસકાંઠામાં 3.5 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
Dinesh Chaudhary
Last Updated: 05:55 PM, 19 June 2025
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 અને તે અન્વયેના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કામગીરી કરી છે. બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રી ટી.એચ.પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે ચૌધરી તથા ઇ.એસ.પટેલ દ્વારા 18 જૂન 2025ના રોજ પ્લોટ નંબર 238 જી.આઇ.ડી.સી, ચંડીસર ખાતે આવેલ સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો 674 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરાયો
ADVERTISEMENT
આ તપાસ દરમિયાન ઘીના જુદાજુદા બે નમુનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. નમુનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો 674 કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે 3,50,480/- રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ વરસાદ ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગની 'અતિભારે' વરસાદની આગાહી
ADVERTISEMENT
ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ
સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલૂમ પડેલ છે. ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.