બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / jyotish shastra mesh budh ast 2024 mercury combust in aries these 7 zodiac sign people get trouble
બુધના અસ્ત થવાથી મેષ, વૃષભ, કર્ક સહિત 7 રાશિના જાતકોએ કરિયરમાં મોટા નિર્ણય લેવાથી બચવું પડશે. નહીં તો તેનાથી હાનિ થઈ શકે છે. આવો જાણીએ મેષમાં બુધ અસ્ત થવાથી 7 રાશિઓ પર શું નકારાત્મક પ્રભાવ થઈ શકે છે.
ADVERTISEMENT

મેષ
તમારી રાશિમાં જ બુધ અસ્ત થઈ રહ્યો છે. તેના કારણે તમે પોતાના કરિયરને લઈને સાવધાન રહો. નોકરી કરનાર મનને શાંત રાખો. સ્થિતિઓ વિપરીત થવાથી મન બેચેન થશે અને તમે જોબ છોડવાની વાત વિચારી શકો છો. પરંતુ આમ ન કરો કારણ કે તેનાથી સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. સાહસ, ધૈર્ય અને સમજી વિચારીને પરિસ્થિતિઓનો સામનો કરો. તો કામ સરળ બનશે.
ADVERTISEMENT
વૃષભ
નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર અસયોગનો સામનો કરવો પડી શકે છે. તમારા બોસ પણ તમારા પર નારાજ થઈ શકે છે અને સહકર્મીઓ પણ મદદ નહીં કરે. ગભરાવવાની જરૂર નથી. પોતાના કામ પર ફોકસ કરો. કામનું પ્રેશર હશે. પરંતુ સમજદારીથી સ્થિતિઓનો મુકાબલો કરો. જોબ છોડવામાં સમજદારી નથી.

ADVERTISEMENT
મિથુન
બુદ્ધિના કારક ગ્રહ બુધના અસ્ત થવાથી તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. કામ પરથી મન ઉચુ થઈ શકે છે કરિયરને લઈને અસુરક્ષા મનમાં ઘર કરી શકે છે. તમારૂ મનોબળ પણ આ સમયે કમજોર રહેશે. જેનાથી તમારી સમજવા વિચારવાની શક્તિ પ્રભાવિત થશે અને તમે યોગ્ય નિર્ણય લેવામાં અસફળ થઈ શકો છો. એવામાં તમે આ 27 દિવસમાં કરિયરથી લગતા મોટા નિર્ણયો કરવાથી બચો.
કર્ક
બુધના અસ્ત થવાના કારણે તમારી રાશિના લોકોને સંભાળીને રહેવાની જરૂર છે. ખાસ કરીને નોકરી અને બિઝનેસને ક્ષેત્રમાં. હાવ નોકરીમાં ઉત્પન્ન થયેલી સ્થિતિઓથી તમે પરેશાન થઈ શકો છો અને કંઈક નવું કરવાનું વિચારી શકો છો. પરંતુ હજુ સમય અનુકુળ નથી. મુશ્કેલીઓથી ભાગવાની જગ્યા પર તેનો મુકાબલો કરો તો સમાધાન તેમાંથી મળશે. પોતાનું મનોબળ કમજોર ન થવા દો.
ADVERTISEMENT

કન્યા
બુધ અસ્ત થવાથી તમારા વિચાર નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ શકે છે. તેના કારણે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે યોગ અને ધ્યાન કરો. જેનાથી મન શાંત અને એકાગ્ર રહેશે. આત્મવિશ્વાસની કમીના કારણે કામ ખરાબ થઈ શકે છે. માટે પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.
ADVERTISEMENT
વૃશ્ચિક
બુધના અસ્ત થવાથી તમારી રાશિના લોકો પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. ખાસકરીને નોકરી કપનાર લોકોને મશ્કેલીઓ આવી શકે છે. બોસ તમાપા પર કામનો બોજો મુકી શકે છે. જેનાથી તમને મનમાં નકારાત્મક વિચાર આવી શકે છે. વાદ વિવાદથી દૂર રહો. નહીં તો સહકર્મિઓ અને બોસના સંબંધ ખરાબ થશે. હાવ નોકરી છોડવી તમારી આર્થિક સ્થિતિને કમજોર કરી શકે છે.
વધુ વાંચો: ક્યાંક તમારા ઘરના આંગણે તો નથી લાગ્યા ને આ 3 છોડ? તો તુરંત કરો આ કામ, નહીંતર..!
ADVERTISEMENT
ધન
કરિયરની દ્રષ્ટિએ બુધનું અસ્ત થવું યોગ્ય નથી. નોકરી બદલવા, છોડવા કે નવો બિઝનેસ કરવા જેવા મોટા નિર્ણય લેવાથી હાલ બચો. કારણ કે જલ્દી નિર્ણય લેવો તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કાર્યસ્થળ પર અસહયોગ મળવાથી મન દુખી રહેશે અને તમારો ઝગડો થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.