Justices Sudhanshu Dhulia and JB Pardiwala As Supreme Court Judges
BIG NEWS /
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલા અને ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસ ધૂલિયાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે લીધા શપથ
Team VTV12:47 PM, 09 May 22
| Updated: 12:48 PM, 09 May 22
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ આજે સુપ્રીમકોર્ટના જસ્ટીસ તરીકે શપથ લીધા હતા. તેમની સાથે ગુવાહાટી હાઈકોર્ટના જસ્ટિસે પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ લીધા હતા.
જે.બી.પારડીવાલાએ સુપ્રીમકોર્ટના જસ્ટીસ તરીકે શપથ લીધા
ગુવાહાટી ચીફ જસ્ટિસને પણ મળ્યું સ્થાન
બન્નેની સુપ્રીમકોર્ટમાં જસ્ટીસ તરીકે થઈ હતી નિમણૂંક
સુપ્રીમના ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની વાળી સુપ્રીમ કોર્ટની કોલેજિયમની ભલામણ બાદ ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જમશેદ બી પારડીવાલાની સુપ્રીમના જજ તરીકે નિયુક્તી કરાઈ હતી. ત્યારે બન્ને જસ્ટિસે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસના શપથ લીધા હતા. તેની સાથે જ 30 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાં કુલ જજોની સંખ્યા 34 થઈ ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રાલયે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડીને બન્ને જજની નિયુક્તીના સમાચાર આપ્યા હતા.
Justices Sudhanshu Dhulia, JB Pardiwala take oath as Supreme Court judges
ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુધાંશુ ધૂલિયા અને ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જમશેદ બી પારડીવાલાએ સોમવારે અહીં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ લઈ લીધા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમણે વડી અદાલતના અધિક ભવન પરિસરમાં નવનિર્મિત સભાગારમાં એક સમારંભને દરમિયાન ન્યાયમૂર્તિ ધૂલિયા અને ન્યાયમૂર્તિ પારડીવાલાને પદના શપથ લેવડાવ્યા હતા.
ન્યાયમૂર્તિ ધૂલિયા અને ન્યાયમૂર્તિ પારડીવાલાની નિમણૂંક સાથે વડી અદાલતમાં ન્યાયાધીશની કુલ સંખ્યા ફરીથી 34 થઈ ગઈ છે. ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડી આ વર્ષે ચાર જાન્યુઆરીના રોજ સેવાનિવૃત થતાં વડી અદાલતમાં ન્યાયધીશોની સંખ્યા 32 થઈ ગઈ હતી. વડી અદાલતમાં ન્યાયાધીશોની સ્વિકૃત સંખ્યા 34 છે.
બે નવી નિયુક્તી સાથે સુપ્રીમના જજની સંખ્યા થઈ 34
બે નવી નિયક્તીની સાથે સુપ્રીમના કુલ જજોની સંખ્યા 34 થઈ છે. આ સુખદ સ્થિતિ અંદાજિત 2 દિવસ એટલે મંગળવાર સુધી જ રહેશે, કારણ કે 10 મેના રોજ જસ્ટિસ વિનીત શરણ સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાંથી પૂર્વ ચિફ જસ્ટિસ, જસ્ટિસ વિક્રમનાથ, જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ બેલાબેન ત્રિવેદી સુપ્રીમ કોર્ટના જજ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.
ચીફ જસ્ટિસ એનવી રમનાએ કરી હતી ભલામણ
ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ જેબી પારડીવાલા અને ગુવહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ધુલિયાની સુપ્રીમમાં નિયુક્તી માટે ચીફ જસ્ટિસ એનવી રમનાએ ભલામણ કરી હતી. તેમની ભલામણના થોડા દિવસો બાદ બન્ને જજોને સુપ્રીમમાં સમાવી લેવાયા છે.
1990માં હાઇકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી
જસ્ટિસ જે.બી પારડીવાલાનો જન્મ મુંબઇમાં થયો હતો. જસ્ટિસ પારડીવાલાએ 1990માં ગુજરાતના હાઇકોર્ટમાં પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. 1994માં તેઓ ગુજરાતની બાર કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2002માં ગુજરાતના હાઇકોર્ટ માટે સ્ટેન્ડિંગ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 17 ફેબ્રુઆરી 2011ના રોજ ગુજરાત હાઇકોર્ટના જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના પિતા બુરજોર પારડીવાલાએ વલસાડ અને નવસારીના જિલ્લાઓમાં 52 વર્ષ વકીલાત કરી હતી.