બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / junagadh paswada sarpanch played drums to stop alcohol in his village

જૂનાગઢ / 'દીવ બની ગયેલા મારા ગામમાં પીવાવાળાની ખેર નથી', ઢોલ વગાડી લોકોને જાગૃત કરવાની સરપંચની અનોખી પહેલ

Dhruv

Last Updated: 03:31 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢના ભેસાણના પસવાડા ગામના સરપંચે દારૂબંધી માટે ઢોલ વગાડી યુવાનોને જાગૃત કરવાની અનોખી પહેલ અપનાવી.

  • દારૂબંધી માટે ઢોલ વગાડી લોકોને જાગૃત કરવાની અનોખી પહેલ
  • ભેસાણના પસવાડા ગામના સરપંચનો વીડિયો વાયરલ
  • દીવ બની ગયેલા મારા ગામમાં હવે પીવાવાળા ખેર નથી: સરપંચ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હજુ પણ અમુક જગ્યાએ આ દૂષણ દૂર નથી થયું. લોકોના અનેક પ્રયાસો બાદ પણ યુવાઓ નશામાં ડૂબી રહ્યાં છે. ત્યારે જૂનાગઢમાં દારૂબંધી માટે ઢોલ વગાડીને લોકોને જાગૃત કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભેસાણના પસવાડા ગામનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સરપંચે ઢોલ વગાડી ગામમાં જાહેરાત કરાવી છે. સરપંચે ઢોલ વગાડીને કહ્યું કે, 'દીવ બની ગયેલા મારા ગામમાં હવે પીવાવાળાની ખેર નથી. ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યાએ દૂષણ દૂર નથી થયું.'

ગામમાં દારૂના કારણે અનેક પરિવારોએ પોતાના પરિજનો ગુમાવ્યા

ગામના સરપંચે દારૂ પીતા લોકોને સુધરી જવાની સખ્ત ચેતવણી આપી છે. ગામમાં દારૂપીતા લોકાના મોત થયા છે. ગામમાં દારૂના કારણે અનેક પરિવારોએ પોતાના પરિજનો ગુમાવ્યા છે. આથી, ગામના સરપંચના નવતર પ્રયોગના લોકોએ વખાણ કર્યા છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં હજુ પણ અમુક જગ્યાએ આ દૂષણ દૂર નથી થયું. લોકોના અનેક પ્રયાસો બાદ પણ યુવાઓ નશામાં ડૂબી રહ્યાં છે. ગુજરાતમાં દારુબંધી છે પરંતુ તે માત્ર જાણે કે કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દારુ પીવાના અસંખ્ય કેસો અનેક વિસ્તારમાંથી સામે આવતા રહે છે. સરકારી કચેરીઓમાંથી પણ ક્યારેક દારુની ખાલી બોટલો મળી આવવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેમજ હોસ્પિટલમાંથી પણ ખાલી બોટલો મળ્યાની ઘટના સામે આવી ચૂકી છે. એવામાં દારુ પીવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આવી જ ઘટના જૂનાગઢ જિલ્લાના પસવાડા ગામની છે કે જ્યાં દારૂના કારણે કેટલાંક લોકોના સમયાંતરે મોત નિપજી ચૂક્યા છે.

સરપંચનો દારૂબંધીનો ઢંઢેરો પીટતા વીડિયોના લોકોએ કર્યા ભરપૂર વખાણ

આ બધાની વચ્ચે ગુજરાતના એક સરપંચે દારૂબંધી માટે એક અનોખો રસ્તો અપનાવ્યો છે. જેમાં સરપંચે ગામમાં ઢોલ વગાડીને દારૂ પીનારા લોકોની ખેર નથી કહીને સુધરી જવાની સખત ચેતવણી આપી હતી. આ સરપંચનો દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયો છે. જેમાં દારૂબંધીનો કડક અમલ કરવાના સરપંચના આ નવતર પ્રયોગને લોકો ખૂબ વખાણ કરી રહ્યાં છે. સરપંચે ઢોલ વગાડીને જણાવે છે કે, 'દીવ બની ગયેલા મારા ગામમાં હવે પીવાવાળાની ખેર નથી. ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યાએ દૂષણ દૂર નથી થયું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ