બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Job Alert! Apple begins hiring workers for retail stores in India

Job Alert / જવાનીયાઓની લાગી જવાની લોટરી, મોટી કંપનીએ ખોલ્યો નોકરીનો ખજાનો, શરુ કરી ભરતી

Hiralal

Last Updated: 06:22 PM, 8 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં મોટી મોટી કંપનીઓની છટણીની વચ્ચે ઈન્ટરનેશનલ કંપની એપલે યુવાનોમાં એક આશા પ્રગટાવી છે.

  • ભારતમાં મોટી કંપનીઓની છટણીની વચ્ચે એપલે પ્રગટાવી આશા
  • મોટી સંખ્યામાં રીટેલ ખોલવાનું શરુ કર્યું 
  • રીટેલ સ્ટોર્સમાં યુવાનોની ભરતી પણ કરી 

ભારતમાં આજકાલ કંપનીઓ લોકોને નોકરીમાંથી છૂટા કરી રહી છે. વૈશ્વિક મંદીની ડરેલી કંપનીઓએ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડી રહી છે ત્યારે એપલ કંપનીએ એક સારા સમાચાર આપ્યાં છે. 

ભારતમાં મોટા પ્રમાણમાં રીટેલ સ્ટોર ખોલશે એપલ 
એપલ દેશની અંદર મોટી સંખ્યામાં રિટેલ સ્ટોર્સ ખોલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એપલ કંપનીએ આ માટે કર્મચારીઓની ભરતી શરૂ કરી દીધી છે. 

બિઝનેસ, ઓપરેશન અને ટેક્નિકલ એક્સપર્ટની ભરતી 
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર એપલ ઈન્ક ભારતમાં રિટેલ સ્ટોર્સ માટે સ્ટાફની ભરતી શરૂ કરી રહી છે. કંપનીની બીજી જગ્યા ભરવાની પણ યોજના બનાવવામાં આવી રહી છે. આ ટેક કંપની ભારતમાં મોટી સંખ્યામાં સ્ટોર ખોલવા જઈ રહી છે. કંપની બિઝનેસ એક્સપર્ટ, 'જીનિયસ', ઓપરેશન એક્સપર્ટ અને ટેક્નિકલ એક્સપર્ટની ભરતી કરવા જઈ રહી છે. 

ભારતમાં જોબ પોઝિશન માટે 100થી વધુ રિઝલ્ટ
એપલની વેબસાઈટ અનુસાર, કંપની હાલ ભારતમાં જોબ પોઝિશન માટે 100થી વધુ રિઝલ્ટ બતાવી રહી છે. મુંબઇ અને નવી દિલ્હી જેવા દેશના વિવિધ સ્થળો માટે શનિવારે કેટલાક રિટેલ જોબ રોલ્સ પોસ્ટ કરવામાં આવ્યા હતા. કંપની લાંબા સમયથી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા સ્માર્ટફોન બજારોમાંના એક એવા ભારતમાં ફિઝિકલ રિટેલ સ્પેસ સ્થાપવાની યોજના બનાવી રહી છે. 

મોટી કંપનીઓની છટણી વચ્ચે આશાનું કિરણ
હાલમાં ભારતમાં, ફેસબુક, ટ્વિટર, એમેઝોન સહિત ઘણી દેશી-વિદેશી કંપનીઓ કર્મચારીઓની રોજગારી છીનવી રહી છે ત્યારે એપલનું આ કામ યુવાનો માટે રાહતની વાત છે. જેનો જેવો અનુભવ હશે તે પ્રમાણે આ કંપનીમાં નોકરી મળી જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ