બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / jhansi railway station name changed virangna laxmi bai yogi government

નામકરણ / યોગી સરકારનો વધુ એક માસ્ટર સ્ટ્રોક, આ રેલવે સ્ટેશનનું નામ બદલીને કર્યું વીરાંગના લક્ષ્મીબાઈ

Hiren

Last Updated: 11:56 PM, 29 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશ સરકારે વધુ એક રેલવે સ્ટેશનનું નામ બદલ્યું છે. હવે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.

  • ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલાયુ
  • ઝાંસી રેલવે સ્ટેશનનું નામ વીરાંગના લક્ષ્મીબાઈ
  • કેન્દ્રની મંજૂરી મળ્યા પછી UP સરકારે આદેશ આપ્યા

ઉત્તર પ્રેદશમાં નામ બદલવાની રાજનીતિ દેશભરમાં પ્રચલિત છે. ત્યારે ફરી એક વાર યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન નામ રાખ્યું છે. કેન્દ્ર સરકારને નામ બદલવા માટે ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી માગ હતી. મંજૂરી મળ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે નામ બદલવા માટે આદેશ કર્યા હતો.

રેલવે સ્ટેશનનું નામ બદલાયું

માહિતી માટે જણાવી દઇએ કે ત્રણ મહિના પહેલા ગૃહ મંત્રાલયને આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવે. હવે તે પ્રસ્તાવનો સ્વીકાર કરતા યૂપી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરી દીધું છે. 

રેલવે સ્ટેશનનો કોડ પણ હવે બદલી નાખવામાં આવશે. સરકાર તરફથી આ તર્ક આપવામાં આવી રહ્યો છે કે સ્ટેશનનું નામ બદલવાથી વિસ્તારમાં પ્રવાસીઓની સંભાવના વધી શકે છે. બુંદેલખંડ વિસ્તારમાં પણ આનો લાભ જોવા મળી શકે છે.

તો રાજ્ય સરકારે કેટલીક વખત જણાવેલ કે જરૂરિયાતના હિસાબે નામ બદલવામાં આવે. આ પહેલા યોગી સરકારે પોતાના કાર્યકાળમાં ફૈઝાબાદને અયોધ્યા, ઇલાહાબાદને પ્રયાગરાજ, મુગલસરાયને દીન દયાલ ઉપાધ્યાય નગર બનાવી દીધું છે. આ વખતે ફરક એ રહ્યો છે કે સરકારે શહેરની જગ્યાએ કોઈ રેલવે સ્ટેશનનું નામ કરી કરી દીધું છે. ચૂંટણી સિઝનમાં સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ