બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / JEE Advanced Result Declared: Hyderabad's VC Reddy tops

JEE Advanced Result / JEE Advanced નું રિઝલ્ટ જાહેર: હૈદરાબાદના VC રેડ્ડીએ કર્યું ટોપ, જાણો કઈ રીતે ચેક કરશો પરિણામ

Priyakant

Last Updated: 11:08 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JEE Advanced Result 2023 News: IIT ગુવાહાટીએ તેની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર JEE એડવાન્સ્ડ 2023 પરીક્ષાની અંતિમ આન્સર કી પણ બહાર પાડી

  • JEE એડવાન્સનું પરિણામ આજે જાહેર 
  • ઉમેદવારો તેને સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકશે 
  • IIT ગુવાહાટીએ  JEE એડવાન્સ્ડપરીક્ષાની અંતિમ આન્સર કી પણ બહાર પાડી

JEE એડવાન્સનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો તેને સત્તાવાર વેબસાઇટ પરથી ચકાસી શકે છે. IIT ગુવાહાટીએ તેની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર JEE એડવાન્સ્ડ 2023 પરીક્ષાની અંતિમ આન્સર કી પણ બહાર પાડી છે. ઉમેદવારો તેને ચકાસી શકે છે. JEE-એડવાન્સ પરીક્ષાનું પરિણામ અને કટઓફ આજે એટલે કે 18 જૂને સવારે 10 વાગ્યે જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓનો ઓલ ઈન્ડિયા રેન્ક તેમજ કેટેગરી રેન્ક પણ પરિણામોમાં બહાર પાડવામાં આવશે.  

IIT પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા 04 જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પેપર 1 સવારે 9:00 થી બપોરે 12:00 સુધી અને પેપર 2 બપોરે 2:30 થી સાંજના 5:30 સુધી લેવામાં આવ્યું હતું. ઉમેદવારોના જવાબો અને પ્રોવિઝનલ આન્સર કી અનુક્રમે 9 અને 11 જૂનના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યારપછી, જે ઉમેદવારોએ JEE એડવાન્સ 2023 કટ-ઓફ માર્ક્સની બરાબર અથવા તેનાથી વધુ ગુણ મેળવ્યા છે તેઓ JoSAA દ્વારા હાથ ધરવામાં આવનાર IIT પ્રવેશ કાઉન્સેલિંગ માટે નોંધણી કરાવી શકે છે. પ્રક્રિયા આવતીકાલે 19મી જૂનથી josaa.nic.in પર શરૂ થશે.

હૈદરાબાદ ઝોનમાંથી બીસી રેડ્ડીએ ટોચનું સ્થાન મેળવ્યું
JEE એડવાન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. હૈદરાબાદ ઝોનમાંથી બીસી રેડ્ડીએ ટોચનું સ્થાન મેળવ્યું છે. JEE એડવાન્સ 2023 પરીક્ષા માટે કુલ 125 વિદેશી ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાંથી 108 પરીક્ષામાં હાજર થયા છે અને 13 પરીક્ષામાં ક્વોલિફાય થયા છે. JEE એડવાન્સ 2023 પરીક્ષાની ટોપર મહિલા પણ હૈદરાબાદ ઝોનની છે. 298/360 સ્કોર કરનાર નયકાંતિ નાગા ભવ્ય શ્રીને આ વર્ષે મહિલા ટોપર જાહેર કરવામાં આવી છે. અત્યાર સુધીના પરિણામોમાં, રાઘવ ગોયલે ઓલ ઈન્ડિયા રેન્ક-4, પ્રભાવ ખંડેલવાલ ઓલ ઈન્ડિયા રેન્ક-6, મલય કેડિયા ઓલ ઈન્ડિયા રેન્ક 8 અને નાગીરેડ્ડી બાલાજી ઓલ ઈન્ડિયા રેન્ક 9 મેળવ્યા છે.

JEE એડવાન્સ 360 માર્કસ માટે લેવામાં આવી હતી
ભૌતિકશાસ્ત્ર: 120 (પેપર 1 માં 60, પેપર 2 માં 60)
રસાયણશાસ્ત્ર: 120 (પેપર 1 માં 60, પેપર 2 માં 60)
ગણિત: 120 (પેપર 1 માં 60, પેપર 2 માં 60)

આ રીતે પરિણામ તપાસો

  • સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in ની મુલાકાત લો.
  • સત્તાવાર લિંક પર ક્લિક કરો.
  • ઓળખપત્રનો ઉપયોગ કરીને લોગ-ઇન કરો.
  • પરિણામ પૃષ્ઠ પર દેખાશે.
  • તેને હમણાં ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે તેની હાર્ડ કોપી લો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ