બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 લાખનો દંડ, PMJAYમાંથી પણ સસ્પેન્ડ, રાજ્યમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સહિત ડૉક્ટર વિરૂદ્ધ એક્શન

કાર્યવાહી / 6 લાખનો દંડ, PMJAYમાંથી પણ સસ્પેન્ડ, રાજ્યમાં ગેરરીતિ આચરનારી હોસ્પિટલો સહિત ડૉક્ટર વિરૂદ્ધ એક્શન

Vishal Khamar

Last Updated: 10:27 AM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PMJAY યોજના અંતર્ગત જામનગરના હાર્ટ ઈન્સ્ટીટ્યુ દ્વારા યોજનામાં ગેરરીતી કરવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવતા આરોગ્ય મંત્રી દ્વારા તાત્કાલીક ધોરણે જામનગરના હાર્ટ ઈન્સ્ટીટ્યુટને PMJAYની કામગીરીમાંથી સસ્પેન્ડ કરાઈ છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે.

આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.

આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા PMJAYના બે કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને ૧ કેસમાં ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં, આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાય ના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક આંગડિયા લૂંટ, વેપારીનું ધ્યાનભંગ કરી લૂંટારુઓ 18,00,000 લઇને રફુચક્કર

જૂનાગઢ અને પાલનપુરની ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી

રાજ્યમાં 2 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં હોસ્પિટલો દ્વારા માર્ગદર્શિકા મુજબ પાલન ન થવા બદલ હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો છે. પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ ડોક્ટર સિવાય ડોક્ટરથી સર્જરી કરાતી હતી. જૂનાગઢ સમન્વય હોસ્પિટલમાં નિયત નાણાં કરતાં વધુ રૂપિયાના પેકેજ બદલ દંડ કરવામાં આવ્યો છે. જૂનાગઢ અને પાલનપુરની હોસ્પિટલને રૂપિયા 50-50 હજારનો દંડ ફટકાર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar Jamnagar Heart Institute PMJAY Scheme
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ