બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Jayrajsinh parmar will join BJP Probably

રાજકારણ ગરમાયું / શું કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે? આવતીકાલે થઈ શકે સત્તાવાર જાહેરાત

Published By: Ronak

Last Updated: 03:14 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જે મામલે આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.

  • કોંગ્રેસ નેતા જયરાજસિંહ ભાજપમાં જોડાય તેવી શક્યતા 
  • કેન્દ્રીય મંત્રી દેવુંસિહ ચૌહાણે તેમના ઘરે લીધી હતી મુલાકાત
  • જયરાજસિંહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ કરી હતી મુલાકાત 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આવા સમયે હવે ગુજરાત કોંગ્રેસમાં મોટા ભંગાણ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારને ભાજપમાં લાવવાના પ્રયાસ તેજ કરવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારપા એવી માહિતી સામે આવી છે કે જયરાજસિંહ પરમાર દિલ્હીના નેતાઓના સંપર્કમાં છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીએ બે દિવસ પહેલાજ જયરાજસિંહના ઘરની મુલાકાત લીધી હતી. 

કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે લીધી મુલાકાત 

કેન્દ્રીય મંત્રી દેવુંસિંહ ચૌહાણે જયરાજ સિંહના ઘરે મુલાકાત લીધી હતી. જેમા તેમની મુલાકાતના ફોટો સામે આવ્યો જેના કારણે અનેક અટકળો સામે આવી છે. મંત્રી દેવુંસિહ ચૌહાણના  જયરાજસિંહના પુત્ર હર્ષાદિત્યસિંહ સાથેના અમુક ફોટાઓ સામે આવ્યા છે. 

આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે 

જયરાજસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે મુદ્દે તેઓ આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. પક્ષમાં તેમની અવગણના કરવામાં આવતી હતી જેથી તેઓ ઘણા સમયથી નારાજ હતા. જે મામલે તેમણે અગાઉ ટ્વીટ પણ કર્યું હતું. મહેસાણાથી અમુક કોંગ્રેસ નેતાઓ પણ ભાજપમાં જોડાવાના છે. જેમા તે નેતાઓ જયરાજસિંહના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મુદ્દે એવી માહિતી સામે આવી છે કે કેન્દ્રીય મંત્રી દેવું સિંહે જયરાજસિંહ પરમારના ઘરની મુલાકાત લીધી હતી. ત્યારબાદથી તેઓ તેવો ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 

મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત લીધી હતી 

આ સિવાય એવી માહિતી પણ સામે આવી છે કે જયરાજસમિંહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ મળ્યા હતા. જેમા ગત સપ્તાહે તેઓ સામાજિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળ્યા હોવાનું સામે આવ્યું છે.જેથી ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. 

મહેસાણા કોંગ્રેસમાં મોટું ભંગાણ 

ચૂંટણી સમયે અવાર નવાર નેતાઓ પક્ષ પલટો કરતા હોય છે. જેમા ખાસ કરીને કોંગ્રેસ નેતાઓ દ્વારા પક્ષપલટો કરવામાં આવતો હોય છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. તે સમયે મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ નેતા જયરાજ સિંહ પરમાર દ્વારા ટ્વીટર પર ફરી સૂચક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેના કારણે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 

150થી વધું આગેવાનો ભાજપમાં જોડાશે

આપને જણાવી દઈએ કે મહેસાણામાં 150 કરતા પણ વધું કોંગ્રેસ આગેવાનો ભાજપમાં જોડાવાના છે. જેમા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુભા દરબાર પણ ભાજપમાં જોડાવાના છે. તેમજ બહુચરાજી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા પણ ભાજપમાં જોડાશે. બહુચરાજી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણુભા પણ ભાજપમાં જોડાવાના છે.

જયરાજસિંહે કર્યું સૂચક ટ્વીટ 

બધાજ નેતાઓની પક્ષમાં અવગણના થતી હોવાનું સામે આવ્યું છે જેથી તેઓ ભાજપમાં જોડાવાના છે. જોકે આ મુદ્દે જયરાજસિંહ પરમાર દ્વારા ટ્વીટ કરીને એવું કહેવામાં આવ્યું કે, શરૂઆત બહુચરાજીથી. તેમની આ ટ્વીટ બાદ તેઓ પોતે પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. બીજી તરફ હોદ્દેદારો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પક્ષમાં તેમની અવગણના થાય છે. 

ગુજરાતના રાજકારણમાં આવ્યો ગરમાવો 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા જયરાજસિંહનું ટ્વીટ મોવડી મંડળની નિષ્ક્રિયતા તરફ આડકતરો ઈશારો કરી રહ્યો છે. સાથેજ તેમના ટ્વીટથી એવો મતલબ પણ નીકળી રહ્યો છે કે કોંગ્રેસના સંગઠનની કોઈને પડી નથી. મહત્વનું છે કે ચૂંટણી નજીક છે તેવા સમયે કોંગ્રેસના 150 નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. સાથેજ જયરાજસિંહ દ્વારા સૂચક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Jayrajsinh Parmar congress politics કોંગ્રેસ જયરાજસિંહ પરમાર ભાજપ રાજકારણ Jayrajsinh Parmar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ