બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 10:43 AM, 23 December 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રિબડામાં અનિરુદસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ગ્રૂપ વચ્ચે તાણખેંચ શરૂ થઈ હતી. જે દિવસેને દિવસે વકરી રહી છે. તેવામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું.
ADVERTISEMENT
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સંમેલન યોજયું
અનિરુદ્ધસિંહ જાડેજાના જૂથે જયરાજસિંહ જાડેજાના સમર્થકને માર માર્યાની રાવથી વાતાવરણ ગરમાયું છે. રીબડાના અનિરૂદ્ધસિંહ જૂથે ગઈકાલે અમિત ખૂંટ નામના યુવકે મારમાર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ બાદ આજે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા એ સંમેલન યોજયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનો સન્માન સમારોહ પણ યોજ્યો હતો. જેમાં 'રીબડામાં એ લોકોની દાદાગીરી નહીં ચાલે'.તેવો જયરાજસિંહે હુંકાર કર્યો હતો.
રીબડા ગામમાં જયરાજસિંહનો હુંકાર
જયરાજસિંહે મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની હાંકલ કરી હતી. વધુમાં યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત જયરાજસિંહે અન્યાય ન કરવા અને અન્યાય સહન ન કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે રીબડા ગામમાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે અને વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની પ્રવૃતિ થાય છે જે દાદાગીરી અયોગ્ય હોવાનું પણ તેઓએ કહ્યું હતું.ઉપરાંત લોકોને ખાતરી આપતા કહ્યું કે ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. હું રીબડા ગામનો પ્રશ્ન હલ કરીને જ ઝંપીશ તેમ અંતમાં જયરાજસિંહએ ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.