બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / વિશ્વ / સુરતના સમાચાર / Jay Patel from Surat murdered in Queens New York
અમેરિકાના ન્યુ યોર્ક રાજ્યના ક્વીન્ઝ વિસ્તારની એક ગલીમાં ન્યુ યોર્ક શહેરની પોલીસને જય પટેલ નામના એક યુવકની લાશ મળી આવી છે. આ લાશ નસાઉ યુનિવર્સીટીમાં ભણતા 19 વર્ષીય જયના ઘરની નજીકથી જ મળી આવી છે.
ADVERTISEMENT
ગ્લેન ઓક્સ વિસ્તારમાં બપોરે 1 વાગે 268મી સ્ટ્રીટ અને 82માં એવન્યુ પાસે લાલ રંગની ટોયોટા કેમરી ગાડી ચલાવતા ડ્રાઈવરે જય પટેલને પેટમાં ગોળી મારી દીધી હતી. ત્યાર બાદ ચાલક ઘટના સ્થળથી ફરાર થઇ ગયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે જય 267મી સ્ટ્રીટ ઉપર રહેતો હતો.
ADVERTISEMENT
સારવારની ટીમ દ્વારા તાત્કાલિક જયને નોર્થ શોર યુનિવર્સીટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ દુર્ભાગ્યે તેને બચાવી શકાયો નહોતો.
ADVERTISEMENT
જયને જ્યાં ગોળી મારવામાં આવી ત્યાં રહેતા લીલીયન રેકૉફે જણાવ્યું હતું કે જયને ગોળી વાગ્યાના થોડા જ સમયમાં ત્યાં એમ્બ્યુલન્સ અને ફાયર ટ્રકની ગાડીઓ પહોંચી ગઈ હતી.
બુધવારે રાતે જયના ઘરે તેના સગાસંબંધીઓ તેના મૃત્યુનો શોક પાળવા ભેગા થયા હતા. તેના એક સંબંધી એ જણાવ્યું હતું કે સૌ કોઈ આ સમાચારથી હતપ્રત રહી ગયા છે. જયના ઘણા બધા મિત્રો હતા અને સૌને તેના માટે લાગણી હતી. અમે સૌ તેને ખુબ મિસ કરીશું.
ADVERTISEMENT
પોલીસને શંકા; ડ્રગ્સનો કેસ હોઈ શકે છે
ન્યુ યોર્કની ન્યુઝ એજન્સી nydailynews.comના સૂત્રો મુજબ પોલીસ હજુ તપાસ કરી રહી છે કે શું આ હત્યા નાર્કોટિક ડ્રગ્સને લગતી હતી કે નહિ કારણકે તેમના સૂત્રો મુજબ જયની ભૂતકાળમાં પોલીસ ધરપકડ થઇ ચુકી હોવાના રેકોર્ડ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.