બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:34 PM, 21 March 2024
ઉત્તર પ્રદેશના બદાયુમાં ઘરમાં ઘૂસીને બાળકોની હત્યાના મામલામાં બાજા આરોપી જાવેદની બરેલીથી ધરપકડ કરવામાં આવી છે. જાવેદને એક ઓટોમાં અમુક લોકોએ ઓળખી લીધો હતો અને તેની પુછપરછ શરૂ કરી લીધી. ત્યાર બાદ જાવેદે તે લોકોને આજીજી કરી કે તેને પોલીસના હવાલે કરી દેવામાં આવે તે નિર્દોષ છે. તેના બાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. બદાયૂ પોલીસને જાવેદની તલાશ હતી. ઘટના બાદથી જ તે ફરાર હતો. તેના પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | Budaun Double Murder Case | Second accused in the matter, Javed arrested by Police from Bareilly (Uttar Pradesh) last night.
— ANI (@ANI) March 21, 2024
In a video, sourced to Police, he is heard saying, "...I ran straight to Delhi and from there I have to come to Bareilly to surrender. I have… pic.twitter.com/zIPcXZ0bwy
ADVERTISEMENT
જાવેદે પુછપરછ વખતે જણાવ્યું કે ઘટના બાદ ત્યાં ખૂબ જ ભીડ હતી. હું સીધો દિલ્હી ભાગી ગયો હતો. પોતાને સરેન્ડર કરવા માટે ત્યાંથી બરેલી ગયો. તેણે કહ્યું કે ત્યારે મારી પાસે કોઈ ફોન આવ્યો કે તારા ભાઈએ કાંડ કર્યો છે. મેં ફોન ઓફ કરી દીધો. હું ખૂબ જ સીધો માણસ છું. તે મારો ભાઈ હતો. તેણે કર્યું છે આમાં મારૂ કંઈ નથી.
તેણે લોકોને કહ્યું કે મારૂ નામ મોહમ્મદ જાવેદ છે. મારો જિલ્લો બદાયૂ છે. મને પોલીસના હવાલે કરી દો. કારણ કે હું બિલકુલ નિર્દોષ છું. જે ઘરમાં મર્ડર થયું છે ત્યાં તે લોકો સાથે ખૂબ જ સારા સબંધ હતા. પરંતુ મને એજ ખબર ન પડી કે શું થયું છે.
મંગળવારની સાંજે બદાયૂમાં થઈ હતી ઘટના
સિવિલ લાઈન્સ વિસ્તારમાં મંગળવારે મોડી સાંજે સાજીદ પોતાની દુકાનના સામે વાળા વિનોદ સિંહના ઘરે પહોંચ્યો હતો. તે સમયે વિનોદ ઘરે ન હતો. સાજીદે વિનોદની પત્ની સંગીતા પાસે પાંચ હજાર રૂપિયા એવું કહીને માંગ્યા હતા કે તેની પત્ની પ્રેગ્નેન્ટ છે. તેની તબિયત સારી નથી. તેના બાદ સંગીતાએ પતિ સાથે ફોન પર વાત કર્યા બાદ તેને રૂપિયા આપ્યા.
વધુ વાંચો: 'કોર્ટ, મીડિયા અને પંચ, બધા જોતાં રહ્યાં', એકાઉન્ટ ફ્રીઝ મામલે રાહુલ ગાંધીએ બધાને 'લીધાં'
ત્યાર બાદ સાજીદ ઘરની છત પર ગયો જ્યાં સંગીતાના બે બાળકો હતા. સજીદે તેમના પર ધારદાર હથિયારથી હુમલો કર્યો. જેમાં બન્નેના મોત થઈ ગયા. આ ઘટના બાદ સાજીદ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
રશિયા-યુક્રેન યુદ્ધ / અજીત ડોભાલ રોકાવી શકશે રશિયા-યુક્રેનનું યુદ્ધ? PM મોદીનાં દૂત બનીને જશે મોસ્કો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.