બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હાથે-પગે પાટાપીંડી સાથે ગુજરાતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, પોલીસ ટીંગાટોળી કરીને ઉઠાવી ગઇ
Last Updated: 03:11 PM, 11 July 2025
Jamnagar : ગુજરાત લાંબા સમયથી ઝંખી રહ્યું છે કે તેને કોઇ મજબુત વિપક્ષ મળે કે જે સરકારનું નાક દબાવી શકે. જો કે જે પક્ષ વિરોધ કરી શકે તેમ છે તેની પાસે પુરતી સંખ્યામાં ન તો ધારાસભ્ય છે ન તો કાર્યકર્તા તો બીજી તરફ દેશની આઝાદી પહેલાથી જે પક્ષ અસ્તિત્વ ધરાવે છે તે પક્ષ ભેદી રીતે ગુજરાતમાં ખુબ જ મૌન છે અથવા તો સામાન્ય માણસ પણ જેટલી સમજ ધરાવે તેટલી સમજ તેના નેતાઓ નથી ધરાવતા. જેના કારણે તેઓ ગુજરાતનાં પ્રાણ પ્રશ્નો મામલે અવાજ ઉઠાવી શકતા નથી. જો કે કોંગ્રેસમાં હવે નવા પ્રાણ ફુંકવા માટે રાહુલ ગાંધી પોતે સક્રિય થયા છે. ત્યારે જામનગર કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં ખાડા રાજનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતનાં ખરાબ રોડ અને બ્રિજ દુર્ઘટના મામલે વિરોધ
જામનગરમાં પુલ દુર્ઘટના અને બિસ્માર રોડને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યકર્તાઓનો તંત્ર સામે સુત્રોચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. સૂત્રોચ્ચાર બાદ ચક્કાજામ કરવા કોંગ્રેસી કાર્યકરો નીકળ્યા હતા. જો કે ટ્રાફીક પોલીસ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતા કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરી લેવાઇ હતી. પોલીસ દ્વારા દેખાવ અને સુત્રોચ્ચાર કરી રહેલા 10થી વધુ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. જ્યારે અન્ય કાર્યકર્તાઓને વિખેરી નાખવામાં આવ્યા હતા. હાઇવે પર થયેલો જામ ક્લિયર કરાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્ણયથી મોટો ખતરો, 40 લાખ લોકોના મોત થઈ શકે
રાજ્યમાં 16 બ્રિજ અને 150 લોકોએ જીવ ગુમાવ્યા
ADVERTISEMENT
રાજ્યમાં 16 પુલ ધરાશાયી થવા તથા 150 વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાની વાત સાથે કોંગ્રેસ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસે સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ જામનગરનાં નેતા દિગુભા જાડેજા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ મોટા પ્રમાણમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના કારણે હાઇવે પર ચક્કાજામની સ્થિતિ સર્જાઇ હતી. જામ સર્જાતા જ પોલીસ દોડી આવી હતી. કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી અન્ય ટોળા વિખેરીને હાઇવે પરનો ટ્રાફીક પૂર્વવત કરવામાં આવ્યો હતો.
લોકોમાં દુર્ઘટના બાદ ભારે આક્રોશ
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડોદરા નજીકનો ગંભીરા બ્રિજ તુટી પડ્યો હતો. જેનાં કારણે તેમાં વાહનો ખાબક્યાંહ તા અને 18 લોકોનાં મોત નિપજ્યાં હતા. જેમાં અનેક પરિવારોના માળા વિખેરાઇ ગયા હતા. જો કે સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરીને મામલો રફેદફે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હંમેશાની જેમ કોઇ પણ ચમરબંધીને છોડવામાં નહી આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા વચનો આપીને ફરી એકવાર તપાસ સમિતી નિમવાનું નાટક કરી દેવાયું હતું. જો કે ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો અધિકારીઓ પર ગુસ્સો ઠાલવતા હોય તેવા અનેક વીડિયો સામે આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.